અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જ જાય છે. ઘણી વાર બીજાની વાહન ચલાવવાની બેદરકારીને કારણે નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે. એમાં પણ ખાસ કરીને સીટીબસ(Citybus) ચાલકોની બેદરકારી વિશે અવાર-નવાર ચર્ચાઓ થતી હોય છે. હાલ આવી જ એક ભયંકર અકસ્માતની ઘટના સુરત (Surat)ના પાંડેસરા(Pandesara) વિસ્તારમાંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, અહી એક યુવક રોડ ક્રોસ કરતી વખતે બ્લુ સિટીબસના ચાલકે અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
વાસ્તવમાં, મૂળ નેપાળનો વતની સુભાષ રાકેશ પાસીના(19) સચિન વિસ્તારમાં મિત્ર સાથે રૂમ રાખીને રહેતો હતો. સવારે આઠ વાગ્યાની આસપાસ કામનાથ મહાદેવ પાસે બ્લ્યુ સિટિલીંકના બસ ચાલકે રોડ કોર્સ કરતી વખતે આ યુવકને અડફેડે લીધો હતો. યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, યુવકનો માથા નો ભાગ ધડથી અલગ થઈ ગયો હતો અને રસ્તા પર યુવકના માસના લોચા ઉડ્યા હતા.
આ અકસ્માત બાદ પાંડેસરા પોલીસ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, 19 વર્ષીય આ યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે બીજી તરફ અકસ્માત નિપજાવનાર એસટીનો ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.