કોરોના મહામારીને કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આની સાથે-સાથે કેટલાંક લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. કોરોનાને લીધે અમલમાં મુકેલ લૉકડાઉનમાં અનેક જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને ચર્ચામાં આવેલ અભિનેતા સોનુ સૂદ હાલમાં વિવાદમાં ફસાઈ રહ્યો છે.
BMC દ્વારા કુલ 6 માળની રેસિડેન્શિયલ બિલ્ડિંગને હોટલમાં રૂપાંતરિત કરવાના આરોપમાં સોનુ સૂદની વિરુદ્ધ જુહૂ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. BMC તરફથી કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, અભિનેતા સોનુ સૂદે મુંબઈમાં નાયર રોડ પરની શક્તિ સાગર બિલ્ડિંગને મંજુરી વિના હોટલ બનાવી દીધી છે.
શક્તિ સાગર એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે તથા તેનો કમર્શિયલ ઉપયોગ કરી શકાશે નહિ. આ મહારાષ્ટ્ર રિઝન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટના સેક્શન 7 અંતર્ગત દંડનીય અપરાધ છે. આથી સોનુ સૂદની વિરુદ્ધ નિયમ મુજબ એક્શન લેવા જોઈએ. BMC દ્વારા સોનુ સૂદ પર બિલ્ડિંગનો હિસ્સો વધારવાનો તેમજ નકશામાં ફેરફાર કરવાનો અને હેતુફેરનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે.
નોટિસ આપી હોવા છતાં ગેરકાયદેસર નિર્માણનો આરોપ :
BMC પોતાની ફરિયાદમાં જણાવે છે કે, તપાસમાં વાત સામે આવી રહી છે કે, અભિનેતા સોનુ સૂદ જાતે જમીનના ઉપયોગમાં હેતુફેર કરી લેવામાં આવ્યો છે. આની ઉપરાંત નક્કી કરેલ પ્લાનથી વધારે બાંધકામ કરીને રેસિડેન્શિયલ બિલ્ડિંગને રેસિડેન્શિયલ હોટલ બિલ્ડિંગમાં બદલી નાંખવામાં આવી હતી.
આની માટે તેણે ઑથૉરિટી પાસેથી જરૂરી પરવાનગી પણ લેવામાં આવી નથી. અભિનેતા પર નોટિસની અવગણના કરવાનો આક્ષેપ પણ મૂકવામાં આવ્યો છે. BMCએ વધુમાં એમ પણ કહ્યું છે કે, નોટિસ આપી હોવા છતાં પણ સતત ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું.
BMCની નોટિસ વિરુદ્ધ સોનુ સૂદ કોર્ટમાં ગયો :
અધિકારીઓ જણાવે છે કે, BMC તરફથી આપવામાં આવેલ નોટિસની વિરુદ્ધ અભિનેતા સોનુ સૂદે મુંબઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પણ ત્યાંથી તેને વચગાળાની રાહત મળી ન હતી. કોર્ટ દ્વારા અભિનેતા સોનુ સૂદને હાઈકોર્ટમાં અપીલ કરવા માટે 3 સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો.
BMCનું માનવું છે કે, કોર્ટ તરફથી આપવામાં આવેલ 3 સપ્તાહનો સમય પૂર્ણ થઈ ગયો છે. અભિનેતાએ ગેરકાયદેસર બાંધકામ ના હટાવ્યું તથા હેતુફેરના નિર્ણયને કેન્સલ પણ કરવામાં આવ્યો નથી. આને કારણે BMCએ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ FIR, MRTP એક્ટ અંતર્ગત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle