મોરબી બાદ ઓમકારેશ્વરમાં મોટી દુર્ઘટના… સુરતના 15 શ્રદ્ધાળુઓથી ભરેલી હોડી નદીમાં ડૂબી- ‘ઓમ શાંતિ’

સુરત(Surat): હાલ મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના ઓમકારેશ્વર(Omkareshwar) પાસેથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. જેમાં ઓમકારેશ્વર પાસે નર્મદા નદી (Narmada river)માં એક બોટ ડૂબી ગઈ હતી. જાણવા મળ્યું છે કે, આ બોટમાં સુરતનાં 15 લોકો સવાર હતા. જેમાં બે લોકાનાં મોત નીપજ્યા છે. જ્યારે 13 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં માતા દર્શના અને છ વર્ષનાં પુત્ર નક્ષનું નર્મદા નદીમાં ડૂબતાં મોત નીપજ્યું છે. હાલ આ ઘટનાને લઈને વધુ તાપસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સુરતનાં 15 રહેવાસી ઓમકારેશ્વર દર્શન માટે ગયા હતા. તેઓ જ્યારે ઓમકારેશ્વર પાસે નર્મદા નદીમાં બોટમાં જઇ રહ્યા હતા. આ દરમિયાન આ ગોઝારી ઘટના બની હતી અને જોતજોતામાં આખી બોટ નદીમાં ડૂબી ગઇ હતી. જોકે, આ ઘટનાની જાણ થતા તરત જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ હતુ.

રેસ્ક્યુ દરમિયાન સુરતનાં 13 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ માતા દર્શનાબેન અને છ વર્ષનો પુત્ર નક્ષનું ડૂબવાને કારણે દુ:ખદ મોત નીપજ્યું હતુ. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોની હાલત કફોડી બનવા પામી છે. તેમજ આ અંગે સ્થાનિક પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *