ઈન્દ્રનીલએ AAPનો સાથ છોડી પકડ્યો કોંગ્રેસનો હાથ, તો ઈટાલિયાએ કહ્યું કે, ‘તેમને આપનો CM પદનો ચહેરો બનવું હતું.’

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ને ચૂંટણી અગાઉ જ એક મોટો ઝટકો લાગી ગયો છે ઈન્દ્રનિલ રાજ્યગુરૂ(Indranil Rajguru) ફરી કોંગ્રેસ(Congress)માં જોડાય ગયા છે. ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ વિધાનસભાની ચૂંટણી અગાઉ AAPનો સાથ છોડી ફરી કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા(Gopal Italia)નું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટી પર કરેલા આક્ષેપો ફગાવ્યા છે. ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, ‘ઈન્દ્રનીલ રાજ્યગુરુને મુખ્યમંત્રી પદનો ચહેરો બનવુ હતુ.’

જાણો શું આપ્યું ગોપાલ ઈટાલિયાએ નિવેદન:
ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAP છોડવા બાબતે આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જણાવતા કહ્યું છે કે, ઈન્દ્રનીલ રાજ્યગુરુને CM પદનો ચહેરો બનવુ હતુ તે માટે તેમણે પાર્ટી છોડી દીધી છે. વધુમાં ગોપાલ ઈટાલિયાએ જણાવતા કહ્યું હતું કે, ઈન્દ્રનીલ રાજ્યગુરુ પોતાનુ નામ મુખ્યમંત્રી પદ માટે જાહેર કરવા પાર્ટી પર દબાણ કરી રહ્યા હતા.

AAPનો CM પદનો ચહેરો જાહેર:
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના CM પદનો ચહેરો જાહેર કરી દીધો છે. અમદાવાદમાં અરવિંદ કેજરીવાલદ્વારા મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ઇસુદાન ગઢવી મુખ્યમંત્રી પદ પર જોવા મળશે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજે ગુજરાતના ઈતિહાસ માટે અતિ મહત્વનો દિવસ છે. અમે લોકોની વચ્ચે જઈએ છીએ. 27 વર્ષ સુધી કોઈ વિકલ્પ નહોતો. આજે ગુજરાત પરિવર્તન બાજુ જઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સંબંધો હતા. આજે એક નવો વિકલ્પ મળ્યો છે.આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે અને એક નવું એન્જીન છે. અમે રૂમમાં બેસી નક્કી નથી કરતા કે મુખ્યમંત્રી કોણ હશે. પંજાબના જનતાએ મુખ્યમંત્રી ઉમેદવાર નક્કી કર્યા છે. ગુજરાતમાં લાગી રહ્યું છે છે કે, આમ આદમી પાર્ટી આવી રહી છે.ગુજરાતમાં દરેક સર્વે ખોટા પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે. 16.48 લાખ લોકોએ સર્વેમાં મત આપ્યો અને ઈસુદાન ગઢવીને 73 % મત મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *