કોંગ્રેસે કંગના રનૌત સામે ઉતારયો આ મજબૂત ચહેરો: જાણો કોણ છે? જામશે બરાબર જંગ

Loksabha Elections 2024: દેશમાં લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણીમાં રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી…

Loksabha Elections 2024: દેશમાં લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણીમાં રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે મંડી બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરી. તેમણે ભાજપના(Loksabha Elections 2024) ઉમેદવાર અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સામે તેમના પુત્ર વિક્રમાદિત્ય સિંહને ઉમેદવાર જાહેર કર્યા હતા.

વિક્રમાદિત્ય સિંહને મજબૂત ઉમેદવાર માનવામાં આવ્યા છે
હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહ હાલમાં મંડીથી સાંસદ છે.આ વખતે પ્રતિભા સિંહે તેમના પુત્ર વિક્રમાદિત્ય સિંહને આ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. જો કે કોંગ્રેસે હજુ સુધી મંડીથી વિક્રમાદિત્ય સિંહના નામની સત્તાવાર જાહેરાત કરી નથી. ભાજપે આ સીટ પરથી કંગના રનૌતને મેદાનમાં ઉતારી છે.એવું પણ માનવામાં આવે છે કે દિલ્હીમાં સીઈસીની બેઠકમાં વિક્રમાદિત્ય સિંહના નામની ચર્ચા થઈ છે. સીએમ સુખુએ કહ્યું કે અમને મંડીમાંથી યુવા નેતા મળશે, તે નક્કી છે. સાથે જ પ્રતિભા સિંહે કહ્યું કે વિક્રમાદિત્ય સિંહને મજબૂત ઉમેદવાર માનવામાં આવ્યા છે. હાલ આ સીટ પરથી પ્રતિભા સિંહ સાંસદ છે.

પ્રતિભા સિંહ લોકસભા ચૂંટણી નહીં લડે
પ્રતિભા સિંહે પહેલા જ લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. આવી સ્થિતિમાં તે પોતાના પુત્ર વિક્રમાદિત્ય સિંહને પોતાના સંસદીય ક્ષેત્રમાંથી ઉમેદવાર બનાવવા માંગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો આમ થશે તો હિમાચલ પ્રદેશ કોંગ્રેસમાં ચાલી રહેલ તિરાડ ખતમ થઈ શકે છે.

કોણ છે વિક્રમાદિત્ય સિંહ?
વિક્રમાદિત્ય સિંહ પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પુત્ર છે. તે હિમાચલ પ્રદેશના બુશહર શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેણે વર્ષ 2019માં રાજસ્થાનના અમેત રાજવી પરિવારની રાજકુમારી સુદર્શના ચુંદાવત સાથે લગ્ન કર્યા હતા, પરંતુ દોઢ વર્ષમાં જ તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ હતી. તેઓ સુખુ સરકારમાં PWD મંત્રી હતા. તેમણે સરકાર પર અનેક ગંભીર આરોપો લગાવતા મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.

કોંગ્રેસમાં જ તણાવની સ્થિતિ ઊભી થઈ હતી
વિક્રમાદિત્ય સિંહને મંડીથી ઉમેદવાર બનાવવામાં આવે તો તેનાથી કોંગ્રેસની અંદરની નારાજગી પણ દૂર કરવામાં પણ મદદ મળશે. તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશ કોંગ્રેસમાં જ તણાવની સ્થિતિ ઊભી થઈ હતી. ક્રોસ વોટિંગના કારણે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીને હારનો સામનો કરવો પડ્યો હતો. વિક્રમાદિત્યને મેદાનમાં ઉતારીને કોંગ્રેસ હાઈકમાન્ડ પ્રદેશ કોંગ્રેસમાં ચાલી રહેલા જૂથવાદને ઓછો કરવાનો પ્રયાસ કરશે.