રાજપીપળા(ગુજરાત): તાજતરમાં રાજપીપળા(Rajpipla) પોલીસ દ્વારા બોગસ ડીગ્રી-માર્કશીટ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદના આધારે નર્મદા LCB પોલીસે દિલ્હી(Delhi)થી એક મહિલાને પકડીને દેશવ્યાપી બોગસ ડીગ્રી-માર્કશીટ કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસ દ્વારા દિલ્હીની મહિલાની ધરપકડ કરીને તેની પાસેથી દેશની 35 યુનિવર્સિટી(University)ની બનાવટી 237 ડીગ્રી અને 510 માર્કશીટ જપ્ત કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, આરોપી મહિલા બેઉલા નંદ રેવ(Beula Nand Rev) બીસી નંદ ડિપ્લોમા કમ્પ્યુટર એન્જિનિયર(Diploma in Computer Engineer) છે. તે ગુગલ(Google)માં પણ નોકરી કરી ચૂકી છે પોલીસ દ્વારા હાલ મહિલાના 6 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાજપીપળાની બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં 10 ડિસેમ્બર-21ના રોજ એક બનાવટી વેબસાઈટ બની હતી. આ ઉપરાંત, એક બનાવટી ડીગ્રી સર્ટિ. વેરીફીકેશન માટે આવી હતી. આ અંગે રજિસ્ટ્રાર દ્વારા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે રાજપીપળા પોલીસ અને નર્મદા LCB સહિતની ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ દરમિયાન, પોલીસને બાતમી મળી હતી કે બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ દિલ્હી ખાતેથી બેઉલાનંદ રેવ બીસી નંદ નામની મહિલાએ બનાવ્યા છે અને આ મહિલા નવી દિલ્હીના રાજાપુરી રોડ ઉત્તમનગરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. LCBની ટી તાત્મકાલિક દિલ્હી પહોંચી ગઇ હતી અને આરોપી મહિલાને ઝડપી પાડી હતી અને ઘરમાં તપાસ કરતા દેશની અલગ-અલગ 35 યુનિવર્સિટીના 30 ડિગ્રી સર્ટિફિકેટ અને 10 માર્કશીટ, સ્ટેશનરી, કલર પ્રિન્ટર મશીન તેમજ અલગ-અલગ યુનિવર્સિટી તેમજ બોર્ડના 94 રબર સ્ટેપ તથા ડિગ્રી સર્ટિફિકેટ તથા માર્કશીટ ઉપર લગાડવાના હોલમાર્ક પણ મળી આવ્યા હતા.
આ ઉપરાંત, અલગ-અલગ એજ્યુકેશન યુનિવર્સિટી તથા સંસ્થાઓના કુલ-73 વેબસાઇટ ડોમેઇન મહિલા ચલાવતી હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસ દ્વારા તમામ મુદ્દામાલ કબજે કરીને આરોપી મહિલા સાથે સંપર્ક રહેલા ગુજરાત અને ગુજરાત બહારના 31 એજન્ટની શોધખોળ શરૂ કરવામાં આવી છે. DySP વાણી દૂધાતના સુપરવિઝનમાં 4 ટીમો બનાવવામાં આવી છે. દેશભરમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે.
આ અંગે નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, બોગસ ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ્સ સાથે પકડાયેલી દિલ્હીની મહિલાની ધરપકડ કરીને તેના 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને આ કેસમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ફેક ડિગ્રી કૌભાંડમાં ઝડપાયેલી મહિલા આરોપી બેઉલા નંદ રેવ બીસી નંદ ડિપ્લોમા કમ્પ્યુટર એન્જિનિયર છે અને ગુગલમાં પણ નોકરી કરી ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.