હાલમાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સોમવારના રોજ રાજકોટ-વાંકાનેર રોડ પર ખેરવા ગામની સીમમાં આવેલી અને કેમિકલ બનાવતી ફેક્ટરીમાં રાતે 8.30 કલાકના અરસામાં બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણ શ્રમિકના ઘટનાસ્થળે અને એકનું રાજકોટ હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે 9 શ્રમીકો દાઝી જતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાત્રીના અરસામાં આગ લાગ્યાની ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને આગ પર કાબૂ કરવાની કોશિશ શરૂ કરી દેવામાં આવી છે. આસપાસમાં રહેતા ગ્રામજનોનું કહેવું છે કે, 22થી વધુ શ્રમિક ફેકટરીમાં કામ કરતા હતા. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવાર રાતે 8.30 કલાકે એક બ્લાસ્ટ થયો હતો. દેવ ઈન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ બનાવતી ફેક્ટરીમાં મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે સ્ટીમ ટેન્ક ઓવરલોડ થઈ જતાં ધડાકાભેર ફાટી હતી અને અચાનક જ આગ લાગી ગઈ હતી.
22 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા
આ આગ લાગી ત્યારે ફેક્ટરીમાં 22 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા જેમાં કામ કરી રહેલા 9 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા અને 3ના ઘટના સ્થળે જ મોત છે. મજૂરો જ્યારે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તો દૂર દૂર સુધી ફંગોળાયા હતા. આસપાસના લોકોએ તુરપંત જ મજૂરોની મદદે આવી તેમને સારવાર માટે હોસ્પિટલ ભેગા કર્યા હતા.
9 શ્રમિકોને સારવાર અર્થે ખસેડાયા
રાતે 10 વાગ્યા બાદ અનિલકુમાર, મનોજ, મોહન, છોટન શર્મા, સન્ની, સરમન, રોશન, મહેશ્વર અને એક અજાણી વ્યક્તિને દાઝેલી હાલતમાં રાજકોટ લાવવામાં આવ્યા હતા. જેમાંથી અજાણી વ્યક્તિનું મોત થયુ છે. આગ લાગવાની આ ગોઝારી ઘટનામાં 3ના મોત ઘટના સ્થળે જ થઈ ગયા.
સમગ્ર ઘટના દરમ્યાન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. હાલમાં પોલીસે આ અંગેની તપાસ હાથ ધરી છે. આગ કેવી રીતે લાગી અને કામ કરતા હતા તેમાંથી બીજા શ્રમીકો ક્યાં ગયા તે અંગે તપાસ હાથ ધરી છે. આ ઘટનાનો ધડાકો 2 કિમી દૂર સુધી સંભળાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.