Bomb in Nakrani Jewellers Surat: ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા સુરત (Surat) શહેરના કાપોદ્રા વિસ્તાર માંથી એક ઘટના સામે આવી છે. નાકરાણી જવેલર્સ (Nakrani Jewellers Bomb)ની દુકાનમા બેગમાં ડુપ્લીકેટ બોમ્બ મૂકીને એક યુવક ફરાર થયો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.
ગઈ કાલ તારીખ 12-05-2023 ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલા નાકરાણી જવેલર્સ નામની દુકાન માથી બેગની અંદર લાલ કલરના કાગળમા વિતાયેલા એક પાસકલ હતું અને તેમાં બે સરકીટ સાથે વાયર જોડેલા હોય તેવું જે બોમ્બ જેવું દેખાતું હતું. બોમ્બ લગતા આ અંગેની જાણ સુરત શહેર કાંટ્રોલરૂમ ને કરવામાં અવી હતી. ત્યાર બાદ જાણ થઇ હતી કે એ બોમ્બ નકલી છે.
બોમ્બ વાળી બેગ શુક્રવારે એક જ્વેલરીની દુકાનમાં ગ્રાહક દ્વારા છોડી દેવામાં આવતા ગભરાટ ફેલાયો હતો. જો કે, બેગમાંથી કોઈ વિસ્ફોટક પદાર્થ ન હોવાથી તે બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. ન્યુ નાકરાણી જ્વેલર્સના માલિક મહેશ નાકરાણીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, હાર્દિક તરીકે ઓળખાણ આપતો એક વ્યક્તિ કાપોદ્રા સ્થિત ન્યુ નાકરાણી જ્વેલર્સમાં આવ્યો હતો. તેણે જવેલર્સમાં જ્કવા માટે કહ્યું હતું કે, તેની પાસે જુનું સોનું છે, જેના તે નવા ઘરેણાં બનાવવા માંગે છે. આ વ્યક્તિએ એક થેલી બતાવી જેમાં દાવો કર્યો કે તેની પાસે 500 ગ્રામ સોનું છે.
ત્યાર બાદ તેણે કહ્યું કે, તે વધુ સોનું લઈને પરત આવશે તેમ કહીને તે વ્યક્તિ દુકાનમાં બેગ છોડી ગયો હતો. શુક્રવાર સુધી આ વ્યક્તિ પરત ન ફરતાં મહેશ નાકરાણીએ તેનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ સંપર્ક થયો ન હતો.
ત્યાર બાદ મહેશ નાકરાણીએ બેગ ખોલી તો અંદરથી બોમ્મ મળી આવ્યો હતો. તેથી મહેશ નાકરાણીએ પોલીસને બોલાવી હતી. જોકે, બોમ્બ સ્કવોડે તપાસ કર્યા બાદ તારણ કાઢ્યું હતું કે બેગમાં કોઈ વિસ્ફોટક નથી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “બેગમાં વાયર અને ડિજિટલ ઘડિયાળ સાથેનું સર્કિટ બોર્ડ હતું, પરંતુ વિસ્ફોટકો નથી.
ત્યાર બાદ પોલીસ બેગ સાથે આવેલા વ્યક્તિની ઓળખ કરવા માટે સીસીટીવી ફૂટેજને સ્કેન કરી હતી. ત્યાર બાદ પોલીસે આરોપીને પકડી લીધો હતો, જયારે પોલીસે આરોપી સાથે પૂછ-પરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે, તે ઓનલાઈનનો ધંધો કરે છે અને તે ચાલતો ન હોવાથી તેના પર દેવું છે અને તેથી તેને આ હુણો કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.