સ્વસ્થ રહેવા માટે લીલા શાકભાજી ખાવાએ બહુ ફાયદાકારક હોય છે. જ્યારે પણ લીલા શાકભાજીની વાત આવે છે ત્યારે પાલક સૌથી વધુ હેલ્ધી માનવામાં આવે છે. પાલકમાં ઘણા પ્રકારનાં વિટામીન, ખનિજ તેમજ એન્ટી ઓક્સીડેન્ટ રહેલાં હોય છે. પાલક શરીરને જરૂરી પ્રમાણમાં પોષક તત્વ પૂરા પાડે છે.
સાધારણ રીતે પાલક કાચી કે રાંધીને ખાવામાં આવે છે. પાલકમાં કેલરી બહુ ઓછા પ્રમાણમાં મળે છે, જે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે તેમજ વજન પણ વધતું નથી. તે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તેમજ બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. ચાલો તો જાણીએ કે, સ્વાસ્થ્ય માટે પાલકનાં ફાયદા કેટલા છે.
આરોગ્ય માટે પાલકનાં ફાયદા:
પાલકમાં અનેક પોષક તત્વો રહેલા હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ જ રીતે ફાયદાકારક છે. આ લીલા પાંદડાવાળા શાકભાજી નિયમિત ખાવાથી રોગોનું જોખમ ઓછું થઇ જાય છે.
આંખોની માટે લાભદાયક:
પાલકમાં લ્યુટિન તેમજ જેક્સેથિંન સહિતનાં અનેક યૌગિક હોય છે, જે આંખોનાં સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. સંશોધન એવું સૂચવે છે કે આ રંગદ્રવ્યો મૈક્યુલર ડિજનરેશન તેમજ મોતિયાનું જોખમ ઘટે છે. આ સંયોજનો તમારી આંખોને સૂર્યપ્રકાશ દ્વારા થતા નુકસાનથી બચવામાં મદદરૂપ બને છે. પાલકમાં એન્ટીઓકિસડન્ટો પણ હોય છે, જે કેન્સરનાં જોખમ ઘટાડે છે.
વજન ઓછું કરવા માટે ઉપયોગી:
પાલકમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછી હોય છે પણ તેમાં વધારે પ્રમાણમાં દ્રાવ્ય ફાઇબર રહેલું હોય છે. તે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક નીવડે છે તેમજ વજન ઘટાડવામાં માટે પણ મદદરૂપ બને છે. પાલક બ્લડ સુગરને પણ નિયંત્રિત કરે છે. પાલકમાંથી મળતા ફાઇબર પાચનમાં સુધારો કરે છે, જેના લીધે કબજિયાતની બીમારી રહશે નહિ. વારંવાર પાકલ ખાવાથી ભૂખ લાગતી નથી જેના લીધે પાલક ખાવાથી વજન વધતું નથી.
રોગ પ્રતિકારક શક્તિ વધારો થાય છે:
પાલકમાં પૂરતી માત્રામાં વિટામિન C, બીટા કેરોટિન તેમજ અલગ અલગ પ્રકારનાં એન્ટી ઓકિસડન્ટો હોય છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મદદરૂપ બને છે. હાલનાં સમયમાં, જો તમે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનાં રસ્તાઓ પણ શોધી રહ્યા છો, તો પાલક કરતાં બીજો કોઈ સારો ઉપાય નથી. પાલકમાં રહેલા વિટામિન E તેમજ મેગ્નેશિયમ જેવાં ખનિજો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને વાયરસ તેમજ બેક્ટેરિયાને સ્વાસ્થ્યથી દૂર રાખે છે.
બ્લડ શુગરને નિયંત્રિત કરે :
પાલકમાં પુષ્કળ માત્રામાં નાઈટ્રેટ રહેલું હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેનાંથી હદયના રોગોનું જોખમ ઓછું થાય છે. સંશોધન અનુસાર પાલક ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે તેમજ તેનાંથી સંબંધિત રોગો પણ દૂર થાય છે.