સમગ્ર દુનિયા સહીત ગુજરાતમાં કોરોના મહામારી કાળોકેર વર્તાવી રહી છે ત્યારે આ વચ્ચે ભાજપના નેતાઓ હલકી રાજનીતિ કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે, સુરતમાં સી આર પાટીલ દ્વારા ગેરકાયદે ઇન્જેક્શન વિતરણનો મામલો હજુ ઠંડો નથી પડ્યો ત્યાંબોટાદમાં ભાજપ દ્વારા જાહેર જનતાને બદલે પોતાની પાર્ટીને ઓક્સિજનનો જથ્થો મળે તે માટે સપ્લાયરને દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો લાગી રહ્યા છે.
આ પરિસ્થિતિ વચ્ચે આપ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ એક ફેસબુક પોસ્ટ કરી છે જે વાયુ વેગે વાઈરલ થઇ રી છે, જેમાં બોટાદના ઓક્સીજન બોટલ સપ્લાય દ્વારા ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. “આવા મુશ્કેલીના સમયમાં રાજકીય પોસ્ટ નથી કરવી છતાંય મજબૂરીવશ આ લખવું પડે છે. પહેલા સી.આર.પાટીલે વાહવાહી લૂંટવા સુરત સરકારી દવાખાનાનો ઈન્જેકશનો જથ્થો સત્તાના બળે ભાજપના કાર્યાલયે લઈ જઈને લોકોને લાઈનમાં ઉભા રાખ્યા..
હવે મંત્રી સૌરભ દલાલે વાહવાહી લૂંટવા માટે સામાજિક સંસ્થા અને પ્રાઈવેટ હોસ્પિટલનો ઓક્સિજનનો જથ્થો ન આપવા અને ઓક્સિજન ભાજપના કાર્યાલયે લઈ જવા માટે ગેસ કંપની ઉપર દબાણ કરવામાં આવે છે. હલકાઈના તમામ રેકોર્ડ તોડ્યા છે આ ભાજપવાળાએ. ભગવાન આવા ભાજપના હલકા તત્વોને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.