ગઢડા જુના મંદિરના સાધુઓએ ભગવો લજવ્યો, 3 મહિલા પર દુષ્કર્મ કર્યું- નામ જાણીને ચોંકી જશો

સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતના ગઢડામાંથી સામે આવી છે.

ગઢડા સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. ગુજરાતમાં વધુ એક સ્વામિનારાયણના સાધુઓ પર દુષ્કર્મનો સણસણતો આરોપ લગાવવામાં આવ્યો છે. બોટાદની ત્રણ મહિલાએ ગઢડા સ્વામીનારાયણ મંદિરનાં સાધુઓ પર દુષ્કર્મનો આરોપ લગાવતાં પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. વધુ એકવાર સ્વામિનારાયણ સાધુઓ દ્વારા દુષ્કર્મનો આરોપ લાગતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. તો આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

ગઢડા સ્વામિનારાયણ મંદિરના ત્રણ સાધુઓ વિરુધ બોટાદમાં રહેતી ત્રણ મહિલાઓએ દામનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરી છે. ફરિયાદમાં દુષ્કર્મનો આરોપ લગાવતાં મહિલાઓએ લાઠીના નારણનગર ગામના સાધુ અને ગઢડા જુના સ્વામિનારાયણ મંદિરનાં 2 સાધુઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સ્ટેસનમાં મહિલાઓએ જણાવ્યું કે, મજૂરી કામનાં બહાને નારણગઢ ખાતે સાધુઓ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, પોલીસ ફરિયાદમાં સંત દરવીદાસ જગ્યાના રઘુરામ ભગત અને ગઢડા જુના સ્વામિનારાયણ મંદિરના જગદીશ ભગત અને ભાવેશ ભગત ગુનામાં સામેલ હોવાનો આક્ષેપ મહિલાએ લગાવ્યો છે. મહિલાઓએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, સાધુઓ દ્વારા તેના પર 7 વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અને દુષ્કર્મનો આ બનાવ દોઢ વર્ષ પહેલાં બન્યો હતો. જો કે, હાલ મહિલાએ હિંમત દાખવીને સાધુઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ પહેલા પણ વડતાલના સુવ્રત સ્વામી ગુરુભક્તિ સંભવ સ્વામી પર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો. વડતાલ લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં ભણતા સગીર પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યાનો આરોપ લાગ્યો છે. વડતાલના સુવ્રત સ્વામીપર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો. વડતાલ લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં ભણતા 15 વર્ષીય સગીર પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યાનો આરોપ લાગ્યો હતો. એટલું જ નહીં, સુવ્રત સ્વામીની સાથે દેવ સ્વામી અને સંત વલ્લભસ્વામી ઉપર પર ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીને આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *