ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે પત્ની ઘર ની બોસ હોય છે પરંતુ નોએડા ની આ ઘટના ને તમે પ્રેમ કહાની કહો કે સક્સેસ સ્ટોરી પણ આમાં પત્ની ઓફિસમાં પણ પતિની બોસ જ છે. નોએડામાં હાલ એક જોડી ખૂબ જ ચર્ચિત છે. ચર્ચાનું કારણ પણ ખાસ છે. અમે વાત કરી રહ્યા છીએ ગૌતમબુદ્ધ નગર ના ડીસીપી વૃંદા શુક્લા અને તેમના પતિ એડિશનલ ડીસીપી અંકુર અગ્રવાલની. આ બંને પતિ-પત્ની એક જ ઓફિસમાં ફરજ બજાવે છે. સાથે જ ભણ્યા અને સાથે જ રમ્યા, આ પ્રેમી જોડાની કહાની ખૂબ જ ફિલ્મી છે. પ્રેમની સાથે-સાથે તેમણે પોતાના જીવનનું ધ્યેય પ્રાપ્ત કર્યાની આ દિલચસ્પ વાર્તા છે.
બંને બાળપણ મેં એક જગ્યાએ ભણ્યા, ઉછર્યા અને આગળ વધ્યા. અંબાલા માં રહેતા વૃંદાને અંકુરે અંબાલા માં આવેલ જીસસ એન્ડ મેરી સ્કૂલમાં થી ૧૦ મી કક્ષા સુધીની શિક્ષા લીધી. ત્યાર બાદ બંનેના રસ્તા અમુક સમય સુધી જુદા પડ્યા. આગળના ભણતર માટે વૃંદા અમેરિકા ગઈ જ્યારે અંકુરે ભારતમાં જ રહીને એન્જિનિયરિંગની ડિગ્રી લીધી. વૃંદા અમેરિકામાં રહીને ભણતર પૂરૂં થતાં નોકરી કરવાનું ચાલુ કર્યું. અંકુર પણ એક વર્ષ નોકરી કરીને અમેરિકા ચાલ્યા ગયા.
નસીબે બંને અમેરિકામાં ફરી મળ્યા અને અમેરિકામાં સિવિલ સર્વિસની તૈયારીઓ શરૂ કરી દીધી. 2014માં વૃંદાએ પોતાના બીજા પ્રયાસે સિવિલ સેવા ની પરીક્ષા પાસ કરી. જ્યારે અંકુર 2016માં પોતાના પહેલા જ પ્રયાસે સિવિલ સેવા માટે પસંદગી પામ્યા. 9 ફેબ્રુઆરી 2019 ના રોજ બન્નેએ લગ્ન કર્યા અને નવું જીવન શરુ કર્યું.
ગૌતમબુદ્ધ નગર માં પોલીસ કમિશનર સિસ્ટમ લાગુ થયા બાદ વૃંદા શુક્લાને ડીસીપી ની પોસ્ટ મળી છે જ્યારે તેમના પતિ અંકુર અગ્રવાલને એડિશનલ ડીસીપી તરીકે ચૂંટવામાં આવ્યા છે. આગા અંકુર મથુરામાં એસએસપી હતા અને વૃંદા લખનઉમાં પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા. એક મહિના પહેલા જ અંકુરને નોઇડામાં સીટી એસપી તરીકે મોકલવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.