દાહોદના ચોસાલામાં એક યુવક અને યુવતીએ અગમ્યકારણોસર એક ઝાડ સાથે દુપટ્ટો બાંધી બંન્નેએ ગળે ફાંસોખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર
હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકોનાં ધંધા પણ ભાંગી પડ્યાં છે. જેને કારણે લોકોને ઘણી બધી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં લાખો લોકોએ પોતાનાં જીવ તો ગુમાવ્યાં જ છે, પરંતુ હાલમાં તો આત્મહત્યાની ઘટનાઓ પણ ખુબ જ સામે આવી રહી છે. આવી જ એક ઘટના ફરી એકવાર સામે આવી રહી છે.
દાહોદ તાલુકામાં આવેલ ચોસાલા ગામમાં એક યુવક-યુવતીએ કઈક કારણોસર ગામમાં આવેલ એક ઝાડની સાથે દુપટ્ટો બાંધીને બંન્નેએ જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં પંથકમાં હોબાળાની સાથે જ ખળભળાટ પણ મચી જવા પામ્યો છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ પણ દોડી જઈને બંન્નેના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે નજીકનાં જ દવાખાને મોકલી આપવામાં આવ્યાં છે. દાહોદ તાલુકામાં આવેલ ચોસાલા ગામમાં નવાખેડા ફળિયામાં રહેતા કિંજલબેન રૂમાલભાઈ ડામોરની ઉંમર 18 વર્ષ તથા સુવાણભાઈ ખેતાભાઈ ડામોરની ઉંમર વર્ષ 19 હતી.
આ બંન્નેએ 6 ઓગષ્ટનાં રોજ કઈક કારણોસર ગામમાં જ આવેલ નવાખેડા ફળિયામાં એક ઝાડની સાથે દુપટ્ટો બાંધીને બંન્નેએ જ ગળે ફાંસો ખાઈને જીવન સંકેલી લેતાં આ ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં ફેલાતાં જ ગામનાં ઘણાં લોકોનાં ટોળેટોળા ઘટનાસ્થળ પર ઉમટી પડ્યા હતાં.
પોલીસને પણ આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ટીમની સાથે જ તરત ઘટના સ્થળ દોડી આવી હટી. બંન્નેનાં મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે પાસેનાં જ દવાખાને મોકલી આપ્યા હતાં. આ ઘટનાને પગલે નગરમાં થતી જુદી-જુદી ચર્ચાઓએ ઘણું જાેર પકડ્યું છે.
આ બંને એ આપઘાત કેમ કર્યો ? આની સાચી હકીકત તો પોલીસ તપાસમાં જ બહાર આવિ શકે એમ છે. આ બાબતે મૃતક યુવતીનાં પિતા રૂમાલભાઈ હીમાભાઈ ડામોરે પણ દાહોદ તાલુકા પોલીસ મથકમાં જાણ કરતાં જ પોલીસે CRPC ની કલમ પ્રમાણે અકસ્માત મોતનાં કાગળો કરીને તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP