ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન 28 ફેબ્રુઆરીના રોજ થવાનું છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકો જીતવા માટે તમામ રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ અલગ-અલગ જગ્યા પર રેલીઓ કાઢવામાં આવે છે. અને મોટી મોટી જનસભાઓને પણ સંબોધન કરવામાં આવે છે.
પરંતુ એવું લાગી રહ્યું છે કે, શિસ્તબદ્ધ કહેવાતી ભાજપ પાર્ટી ક્યાંક પોતાની શિસ્ત ભૂલી રહી છે. કારણ કે, ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોએ ડાન્સરને બોલાવીને સ્ટેજ પર ડાન્સ કરાવ્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. આ ઉપરાંત દારૂબંધીના નિયમોનું ચુસ્ત પાલન થાય છે છતાં ગુજરાતમાં ભાજપની સભા પછી બીયરની બોટલોનું વિતરણ થતું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર, 26 ફેબ્રુઆરીના રોજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પડઘમ શાંત થયા છે. પરંતુ, હજુ પણ ખાટલા બેઠકો અને ડોર ટુ ડોર પ્રચારની કામગીરી શરુ છે. આ દરમિયાન જાણવા મળ્યું છે કે, એક ગામમાં ભાજપની બેઠક પછી બિયરનું વિતરણ થતું હતું. આ કિસ્સો દેવગઢ બારિયા તાલુકાના જંબુસર ગામનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત, આ ઘટનાના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં ભાજપનો ખેસ પહેરેલા લોકો સભા બાદ હાથમાં બીયરના ટીન લઈને ઊભા હોય તેવું જોવા મળ્યું છે. જોકે, આ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ પણ એક્શનમાં આવી છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની લઇને સવાલ એ ઉઠી રહ્યા છે કે, એક તરફ ભાજપ ગુજરાતને નશા મુક્ત કરવાની વાત કરે છે પરંતુ ભાજપની સભા પછી ભાજપના કાર્યકર્તાઓના હાથમાં રહેલા બિયરનું ટીન શું સૂચવે છે? જેને લઈને ભાજપ બે મોઢાની વાત કરતુ હોય તેવું લાગી રહ્યું છે.
આ અંગે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, સૌપ્રથમ તપાસ કરવામાં આવી રહી છે કે આ વીડિયો દાહોદનો છે કે, નહીં. જો તપાસમાં વીડિયો દાહોદનો હોવાનું સામે આવે છે તો આ વીડિયો દાહોદમાં ક્યાનો છે તે અંગે તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત આ વિડિયો ક્યાંથી આવ્યો છે તે બાબતે તપાસ કરવા માટે FSLની મદદ માગવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle