હાલ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના કટનીમાં મંદિરમાં જ એક યુવકનું મોત થયું હતું. ત્યારે મૃત્યુનું કારણ હાર્ટ એટેક(Heart attack) હોવાનું સામે આવ્યું છે. આ યુવક સાંઈબાબાના મંદિરે દર્શન કરવા આવ્યો હતો. જ્યારે તે મંદિરમાં સાંઈબાબાની પ્રતિમા સામે માથું નમાવવા માટે નીચે ઝૂક્યો ત્યારે તે ફરી ઊઠી શક્યો નહીં. તે લાંબો સમય એ મુદ્રામાં બેસી રહ્યો. તેમજ ત્યાં જ તેનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેદ થઈ છે.
View this post on Instagram
મળતી માહિતી અનુસાર, 42 વર્ષીય મૃતકનું નામ રાકેશ મેહાની છે, જે સંત નગરનો રહેવાસી હતો. કુથલા પોલીસ સ્ટેશન વિસ્તારના પહારુઆ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટમાં સાંઈબાબાનું આ મંદિર આવેલું છે. ગુરુવારે સાંજે તે યુવક સાંઈ મંદિરમાં દર્શન કરવા ગયો હતો.
વીડિયોમાં દેખાઈ છે કે તે યુવક પ્રતિમા પાસે માથું ઝૂકાવ્યું અને પછી તે ફરી ઊઠ્યો જ નહિ:
મંદિરના ગર્ભગૃહમાં રાકેશ મેહાની સાંઈબાબાની પ્રતિમાની પ્રદક્ષિણા કરી હતી. ત્યારબાદ સાંઈબાબાની સામે તે પોતાનું માથું ઝૂકાવીને બેઠો હતો. ઘણીવાર સુધી આ જ મુદ્રામાં બેસેલો જોઈને અને કોઈ જ પ્રકારની હલનચલનના દેખાતા મંદિરના વ્યવસ્થાપક તેની પાસે આવ્યા હતા. તેને હલાવીને જોયું, પણ રાકેશે કોઈ રિસ્પોન્સ આપ્યો નહોતો. જેના પછી મંદિરના વ્યવસ્થાપકે રાકેશને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
મૃતક સાંઈભક્ત હતો:
જાણવા મળ્યું છે કે, મૃતક રાકેશ મેહાની સાંઈબાબાનો પરમ ભક્ત હતો. તેમજ તેની આર્થિક સ્થિતિ સારી નહોતી. તે ભાડાના મકાનમાં રહેતો હતો. પરિવારનું ભરણપોષણ કરવા માટે તે એક મેડિકલની દુકાનમાં કામ કરતો હતો. રાકેશના લગ્ન થયા હતા, અને તેને એક નાનકડી પુત્રી પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.