સોસિયલ મીડિયા પર કેટલાક વિડીયો ખુબ વાયરલ થતા હોય છે. કેટલાક વિડીયો આપણને પ્રેરણા આપતા હોય છે જયારે કેટલાક વિડીયોને આપણને હસવું આવતું હોય છે ત્યારે હાલમાં એક વિડીયો સામે આવ્યો છે. લોકોની ઉદારતા અને પ્રેમની ભાવનાને દર્શાવતા આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવે છે.
હાલમાં આવો જ એક વીડિયો ખૂબ વાયરલ થયો છે કે, જેમાં એક વ્યક્તિની દરિયાદિલી જોવા મળી રહી છે. આ વીડિયોને તે વ્યક્તિની પત્નીએ જે પોસ્ટ કર્યો છે. કારણ કે, પોતાના પતિએ કરેલ કાર્યને જોઈ તે ભાવુક થઈ ગઈ હતી કે આ વીડિયોને શૅર કરતાં પોતાને રોકી શકી ન હતી.
View this post on Instagram
બ્રૂક એશ્લી હોલ દ્વારા હાલમાં આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. બ્રૂકે વીડિયોમાં જણાવે છે કે, હું વિચારી રહી હતી કે, પતિ ઘરથી બહાર કેમ આટલો સમય પસાર કરી રહ્યા છે. જ્યારે મેં જાણ્યું તો તેઓ આ કામ કરી રહ્યા હતા.
વીડિયોમાં બ્રૂકના પતિ પડોશમાં રહેતી એક વૃદ્ધ મહિલાની મદદ કરતા જોવા મળ્યો હતો. આ વીડિયોમાં તેઓ મહિલાનો હાથ પકડીને તેમને ઘર સુધી લઈ જતા જોવા મળ્યા છે. પોતાના પતિને વૃદ્ધ મહિલાની મદદ કરતા જોઈને બ્રૂક ભાવુક થઈ ગઈ હતી.
આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, પોતાના પડોશીને માટે પ્રેમ. ભગવાન આપનો આભાર. કારણ કે, આપે મને આટલો સારો પતિ આપ્યો. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે હજારો લોકોએ વીડિયોને લાઇક કરી ચુક્યા છે. અમુક લોકોએ તો વીડિયો પર કોમન્ટ કરીને બ્રૂકના પતિના વખાણ પણ કર્યા છે.
બ્રૂકના પતિ માર્કો હોલ એક બોક્સર છે જયારે એમને 7 લાખથી વધારે લોકો સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. આની ઉપરાંત માર્કોને 3 લાખથી વધારે લોકો ફોલો કરે છે. માર્કો તથા બ્રૂક સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય કપલ છે. બંનેને યૂટ્યૂબ તથા ટિકટોક પર લાખો લોકો ફોલો કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.