14 વર્ષીય કિશોરે પાલિકાને લાંચ આપવાની ના પાડી તો પાલિકાએ યુવક સાથે કર્યું શરમજનક કામ

હાલમાં આખી દુનિયામાં કોરોનાની ભયંકર મહામારી ચાલી રહી છે. કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થતો રહેવાથી આખાં દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું. સરકાર દ્વારા આપવામાં આવેલ લોકડાઉનનો ઘણાં લોકો અમલ પણ નથી કરી રહ્યાં. જેને લઇને એક ઘટના સામે આવી રહી છે.

દેશમાં જ્યારે ઘણાં લોકો લોકડાઉનના નિયમોનું પાલન પણ નથી કરી રહ્યા, તેવામાં એ શક્ય છે, કે પોલીસકર્મીઓ માટે પણ આ કામ ઘણું તણાવભર્યું થઇ રહ્યું છે. પરંતુ આવામાં દેશમાં ઘણી એવી ઘટનાઓ પણ બની રહી છે, કે જ્યાં ઓથોરિટી તેમના પાવરનો ઉપયોગ ગરીબો પર કરી રહ્યાં છે. દેશમાં ઘણાં નેતાઓ નિયમોનું પણ પાલન નથી કરી રહ્યા, તેમને કોઇ બોલવા માટે પણ જતુ નથી, પરંતુ ગરીબો પર હાઈ ઓથોરિટીઓ પોતાના પાવરનો જ જરૂરીયાત વિના ઉપયોગ કરી રહી છે.

આ રીતનો જ એક બનાવ ઈંદોરથી સામે આવ્યો છે. જેને જોઇને તમને પણ દયાની સાથે-સાથે ઓથોરિટી પર પણ ગુસ્સો આવી જશે. ઈંદોરમાં પાલિકાના કર્મીઓએ માત્ર 14 વર્ષના કિશોરની ઈંડાની લારી એ માટે પલટાવી દીધી, કારણ, કે તેણે અધિકારીઓને ફક્ત 100 રૂપિયાની લાંચ આપવાની ના પાડી દીધી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો જ્યારથી સામે આવી રહ્યો છે, ત્યારથી લોકો પાલિકાના કર્મચારીઓની ગુંડાગીરીનો વિરોધ પણ કરી રહ્યા છે, અને તેની સાથે જ રોષમાં પણ દેખાઈ રહ્યાં છે.

મધ્યપ્રદેશમાં આવેલ ઈંદોર શહેર કોરોના વાયરસનાં કારણે ખૂબ જ ગંભીર રીતે પ્રભાવિત છે. તેવામાં ત્યાં કોરોના સંક્રમણને અટકાવવાં માટે રોડ પર ઓડ એન્ડ ઈવન વૈકલ્પિકનાં દિવસોમાં દુકાનો ખોલવાની મંજુરી આપવામાં આવી રહી છે. વીડિયોમાં જોવામાં આવી રહેલ કિશોરે આરોપ પણ લગાવ્યો છે.

પાલિકાના કર્મચારીઓએ રસ્તા પર લારી ખોલવા માટે માત્ર 100 રૂપિયાની લાંચ આપવાની માંગ કરી હતી. કિશોરે તે રૂપિયા આપવાની ના જ પાડી દીધી હતી. કિશોરે રૂપિયા આપવાની ના પાડતાં જ પાલિકાકર્મીઓએ લારીને તોડવાની શરૂઆત કરી દીધી અને તેને પલટાવી દીધી હતી. જેના કારણે કિશોરનું ઘણું નુકસાન પણ થયું હતું.

કિશોરનું જણાવવું છે કે, મહામારીને લીધે તેની રોજની આવકમાં પણ ઘટાડો થયો છે, અને તેના સ્ટોકનું પણ નુકસાન થવાથી તેના પર હવે વધુ નાણાકીય ભાર આવી ગયો છે. વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે ઈંદોરના રહેવાસીઓએ આ માત્ર 14 વર્ષના કિશોરની માટે પૈસા એકત્ર કર્યા હતાં અને તેના માટે ફરી ઈંડાનો સ્ટોક પણ ખરીદી આપીને તેની મદદ કરી હતી.

આ મામલા બાદ કોંગ્રેસ ધારાસભ્ય સંજય શુકલાએ ચેતવણી આપતાં કહ્યું છે કે, જો રસ્તાના વિક્રેતાઓનું ઉત્પીડન બંધ નહીં થયું તો તેમણે રસ્તા પર ઉતરવું જ પડશે. જાણકારી હોય તો મધ્યપ્રદેશની સરકારે રાજ્યમાં લેફ્ટ-રાઇટ નિયમ મુજબ દુકાનો ખોલવાની તથા લારી વિક્રેતાઓને પણ તેમનો ધંધો શરૂ કરવા અંગેનો નિયમ પણ બનાવ્યો છે.

જો કે, ત્યાંના વેપારીઓએ પણ આ નિયમનો વિરોધ કર્યો છે. તેમનું જણાવવું છે કે, ગરીબ લોકો પર તેની સૌથી વધુ અસર પડી રહી છે. બુધવારનાં રોજ ઈંદોરમાં કુલ 118 લોકોનાં કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. તેની સાથે શહેરમાં કુલ 6,457 કોરોનાનાં કેસ પણ નોંધાઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *