કોરોના વચ્ચે લોકોના ખિસ્સા ખાલી કરવાને બદલે ગુજરાતની આ પોલીસે કર્યું ભગીરથ કાર્ય- જાણી તમે પણ કહેશો વાહ!

હાલમાં આખાં વિશ્વમાં કોરોનાની ભયંકર મહામારી ચાલી રહી છે. કોરોનાને કારણે લાખો લોકોનાં મોત પણ થઈ ચૂક્યાં છે. રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા પણ સૌ લોકોને ફરજીયાતપણે માસ્ક પહેરવાની અને સામાજિક અંતર પણ જાળવી રાખવાની સુચના આપવામાં આવી રહી છે.

આખાં રાજ્યમાં માસ્ક ન પહેરવા બદલ પોલીસ પણ ઘણાં લોકોને દંડ ફટકારી રહી છે. માસ્ક પહેરવા માટેની અપીલ પણ કરી રહી છે. છતાં પણ ઘણાં લોકો માસ્ક પહેર્યા વિના ઘરની બહાર આંટા મારતાં હોય છે. પણ, સૌરાષ્ટ્રના જૂનાગઢ શહેરમાંથી એક અનોખી ઘટના સામે આવી રહી છે. જ્યાં પોલીસ માસ્ક ન પહેર્યું હોય તેને રોકે તો છે, પરંતુ દંડ વસુલવાને બદલે માસ્ક આપીને કે પહેરાવીને સાવચેતી રાખવાનું ભાન પણ કરાવે છે.

જૂનાગઢ શહેરના SP સૌરભસિંઘ તેમજ DYSP પ્રદિપસિંહ જાડેજાની સૂચના મુજબ અલગ-અલગ પોલીસ-સ્ટેશન સ્ટાફ તરફથી 1 ટીમ બનાવીને જુદાં-જુદાં વિસ્તારમાં ચોક્કસ પોઈન્ટ પર માસ્કનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ એક નવતર પ્રયોગ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને અથવા તો ગરીબ લોકોને પોલીસે જાતે જ માસ્ક પહેરાવી રહી છે.

આની ઉપરાંત, ઘરની બહાર પગ પણ મૂકો તો પણ માસ્ક ભૂલ્યા વિના પહેરો એવી અપીલ પણ કરી છે. જૂનાગઢ શહેરના A,B તથા C ઝોન, પોલીસ-સ્ટેશન, ભવનાથ, મેંદરડા, વિસાવદર સહિતના ઘણાં વિસ્તારમાં પોલીસ જાતે જ લોકોને માસ્ક પહેરાવી રહી છે. સામાન્ય રીતે તો લોકો ગળામાં પણ માસ્ક લટકાવીને ફરતા હતા.

પોલીસને જોઈને જ લોકોએ માસ્ક પણ પહેરી લીધા હતા. તેવા લોકોને પણ રોકીને જવાબદારીનું ભાન કરાવ્યું છે. એક એવો પણ સમય હતો, કે જ્યારે જૂનાગઢ પોલીસ તરફથી એક જ દિવસમાં લાખો રૂપિયાનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો, પરંતુ લોકોને અહેસાસ કરાવવાના ધ્યેયથી પોલીસે લોકોને માસ્ક પણ પહેરાવ્યા હતા.

ઘણાં લોકોએ જે માસ્ક ગળે લટકાવ્યા હતા. તેમને પણ પોલીસે માસ્ક પહેરવાની અપીલ કરી હતી. જૂનાગઢમાંથી એક જ દિવસમાં નવા કુલ 33 પોઝિટિવ કેસ સામે આવતાં જ આરોગ્યની ટીમો દોડતી થઈ ગઈ હતી. જ્યારે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાંથી કુલ 234 નવા પોઝિટિવ કેસ સામે આવતાં જ તકેદારી રાખવાનાં પગલાંને પણ વધારી દેવામાં આવ્યા છે.

જૂનાગઢ મેડિકલ કોલેજના ડીન, પત્ની, પુત્ર અને પુત્રીના રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં જ આખાં પરિવારને સારવાર હેઠળ લાવવામાં આવ્યો છે. જ્યારે બીજાં 2 સ્ટાફનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતાં જ તાત્કાલિક સારવારની શરૂઆત કરી દેવામાં આવી હતી. જામનગરની SP કચેરીમાં કુલ 2 પોલીસ કર્મચારીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જ સમગ્ર ઓફિસને પણ સેનિટાઈઝ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના મોટાભાગની સિવિલ હોસ્પિટલમાં જ કોરોના વોર્ડની આસપાસ પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *