વડોદરા(ગુજરાત): આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. આ બધા વચ્ચે પ્રેમ પ્રકરણના મામલામાં પણ પ્રેમી જોડાના આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે ફરીવાર જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામની સીમમાં રહેતા પ્રેમી-પંખીડાએ ગુરૂવારે મોડી રાત્રે દોડકા ગામની સીમમાં લીમડાના ઝાડની ડાળી ઉપર દોરીથી ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં રૂઢીચુસ્ત સમાજ લગ્નની મંજૂરી આપશે નહીં, તેવા ડરથી પ્રેમી-પંખીડાએ આપઘાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. લીમડાના ઝાડની ડાળી ઉપર દોરી બાંધી હાથમાં હાથ નાંખી પ્રેમી પંખીડાએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા દોડકા અને મોક્સી ગામમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે.
જાણવા મળ્યું છે કે, સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલા મોક્સી ગામમાં રહેતા 21 વર્ષિય હરીશ બુધાભાઇ ચાવડા અને સીમાબહેન બળવંતભાઇ ચાવડાએ ગુરૂવારે મોડી રાત્રે દોડકા ગામની સીમમાં લીમડાના ઝાડની ડાળી ઉપર ઓઢણીથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો હોવાનું સામે આવ્યું છે.
વહેલી સવારે દોડકા ગામની સીમમાં લીમડાના ઝાડની ડાળી ઉપર પ્રેમી-પંખીડા ફાંસો ખાધેલી હાલતમાં જોતા ગામના લોકો ચોંકી ઉઠ્યા હતા અને આ બનાવની જાણ ભાદરવા પોલીસને કરવામાં આવતા તાત્કાલિક પોલીસ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પ્રેમી-પંખીડાની લાશનો કબ્જો લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભાદરવા પોલીસ સ્ટેશનના પોલીસ જવાન કિશનભાઇ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એવી માહિતી બહાર આવી હતી કે, હરીશ ચાવડા અને સીમા ચાવડા મોક્સી ગામની સીમમાં રહેતા હતા. બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમ સબંધ હતો. બંને અવાર-નવાર મળતા પણ હતા. આ ઉપરાંત, પ્રેમના દિવસોમાં બંનેએ એકબીજાને લગ્ન કરવાના કોલ પણ આપ્યા હતા. પરંતુ, બંને ચાવડા જ્ઞાતીના હોવાથી તેમને પરિવારજનો લગ્નની મંજૂરી આપશે નહીં, તેવો ડર સતત સતાવતો હતો.
પ્રેમમાં ગળાડૂબ હરીશ અને સીમા એકબીજા વગર જિંદગી પસાર કરી શકે તેમ ન હતા. જેથી તેમણે નક્કી કર્યું હતું કે, પરિવાર અને રૂઢીચુસ્ત સમાજ ભલે લગ્ન કરવાની મંજૂરી ન આપે. પરંતુ, પરિવાર અને સમાજ સાથે જિંદગીને અલવિદા કરવામાં રોકી શકશે નહીં. જાણવા મળ્યું છે કે, હરીશ અને સીમાએ પોતાના પ્રેમને અમર રાખવા માટે નક્કી કર્યા અનુસાર ગુરૂવારે મોડી રાત્રે ઘરમાંથી નીકળી ગયા હતા અને દોડકા ગામની સીમમાં મળ્યા હતા.
આ દરમિયાન, બુધવારે રાત્રે લગભગ 2:30 વાગ્યાના અરસામાં સીમાના પરિવારજનોને સીમા ઘરમાં ન હોવાની જાણ થતાં, વહેલી સવાર સુધી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ, તેમની કોઇ ભાળ મળી ન હતી. આ દરમિયાન તેમને દોડકા ગામની સીમમાં સીમાએ તેના પ્રેમી સાથે લીમડાના ઝાડની ડાળી ઉપર દોરીથી ફાંસો ખાઇ લીધો હોવાની જાણ થતાં દરેક ચોંકી ઉઠ્યા હતા.
આ બનાવની જાણ ભાદરવા પોલીસ અને પ્રેમી-પંખીડાના પરિવારજનો પણ દોડકા ગામની સીમમાં દોડી આવ્યા હતા. આ દરમિયાન, પોલીસને ઘટના સ્થળ પાસેથી પાણીની બોટલ અને એક ભુરા કલરનું પ્રવાહી ભરેલી બોટલ મળી આવી હતી. પોલીસ દ્વારા પ્રેમી-પંખીડાની લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવ અંગે ભાદરવા પોલીસ દ્વારા આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.