ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના સંબંધો ખુબ જ નાજુક હોય છે. આ સંબંધ તેની સમજણ, પ્રેમ અને સંભાળ પર આધાર રાખે છે. આ સંબંધમાં નાના મોટા નાના મોટા ઝઘડા થતા રહે છે અને ઘણી વાર એવું પણ બની શકે કે ઝઘડા એટલા વધી જાય છે કે બંને વચ્ચે બ્રેકઅપ પણ થય જાય છે. તો અમુક વખત એવું પણ બને છે કે સંબંધ લાંબા સમય સુધી ચાલે છે તો અમુક વખત બહુ જ ઓછા સમયમાં સંબંધ ખતમ થઇ જાય છે. કેટલીક વાતો આ સંબંધને મજબુત બનાવે છે તો કટલીક વાતો આ જ સંબંધને તોડવા પર મજબુર કરી દે છે.
ઘણી વખત બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડને મસ્તીમાં ઝગડા દરમિયાન કેટલીક એવી વાતો બોલી દે છે, જેનાથી તે નારાજ થઇ જાય છે અને સંબંધ તૂટી જાય છે. રિલેશનશિપમાં આવ્યા બાદ બંને ને પ્રેમની અનુભૂતિ થય છે. પ્રેમ, સંબંધ અને ડેટિંગ આ દરેકના જીવનમાં ઘણું મહત્વનું છે. એકબીજા સાથે સમય પસાર કરવો, વાતો કરવી, ફરવા જવું જેવી બાબતો આ સંબંધને વધુ મજબુત બનાવે છે. ઘણી વખત આ જ બાબતો એકબીજામાં ઝગડાનું કારણ પણ બની શકે છે.
(1) તેણીના પૂર્વ પ્રેમી સરખામણી કરવી:
છોકરાઓ ઘણી વખત આવી ભૂલો કરે છે જેમાં તે પોતાની ગર્લફ્રેન્ડ અથવા ફ્રેન્ડની સરખામણી તેની એક્સ(જુના પાર્ટનર) સાથે કરે છે. પછી ભલે તે મસ્તીમાં જ કરતો હોય. આ ખુબ જ અગત્યની વાત છે અને આ વાતની તકેદારી રાખવી જોઈએ. જો તમે આવું કરો છો તો તમારો સંબંધ તૂટતા કોઈ બચાવી શકે નહી.
(2) વજન અથવા બોડીશેપ પર મજાક:
ગર્લફ્રેન્ડ હંમેશા આશા રાખતી હોઈ છે કે તેનો બોયફ્રેન્ડ તેની તારીફ-વખાણ કરે અને કોમ્પ્લીમેન્ટ આપે. છોકરીઓ ખાસ કરીને તેના વજનનું ઘણું ધ્યાન રાખતી હોય છે. પરંતુ ખોટી લાઈફસ્ટાઇલ અને મેડીકલ કંડીશનના કારણે વજન વધી જાય છે. તેવા સમયે જો તમે તેના વજન પર ટિપ્પણી કરો અથવા મજાક કરો છો તો તે જરૂરથી નારાજ થઇ જશે. જો તમે આવું કરવાનું ટાળીને તેણે વજન વિશે જાગૃત કરીને સારી વાતો કરો છો, તો તેવું કરવું તમારા રિલેશનશિપ માટે સારું રહેશે.
(3) સ્ક્રીનશોટ મોકલવાનું કહેવું:
છોકરીઓનું પણ પોતાનું અંગત જીવન હોય છે, તેના પણ મિત્ર છે, પરિવાર છે જેની સાથે તે વાત કરી શકે છે. તેનો મોબાઈલ વ્યસ્ત આવવા પર જો તમે તેને સ્ક્રીનશોટ મોકલવાનું કહો છો તો તેણે લાગશે કે તમે તેના પર વિશ્વાસ નથી કરતા. આવું કરવું તમારા રિલેશનશિપ માટે સારું નથી.
(4) તેની ઉણપ ગણાવતા રહેવું
કોઈ માણસ પરફેક્ટ નથી હોતું. દરેકમાં કોઈ ને કોઈ ખામી હોય જ છે. દરેક છોકરીમાં પણ ખામીઓ હોય છે.આવી રીતે તમારી ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડમાં પણ ખામી હોય છે. પરંતુ જો તમે વાંરવાર તે ઉણપ ગણાવશો તો તે નારાજ થઇ જશે અને તેણે લાગી શકે કે તે તમારા માટે લાયક નથી તેથી સંબધ તોડી શકે છે. તેથી તમારે તેને પ્રેમથી સમજાવવું જોઈએ.
(5) પરિવારના સભ્યોની મજાક ઉડાવવી:
ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ વચ્ચે મજાક મસ્તી ચાલતી હોય છે, જેનાથી સંબધ સારા બની શકે છે. મજાક મજાકમાં છોકરીના પરિવારની મજાક ન ઉડાવવી અથવા ખોટા શબ્દો ન બોલવા જોઈએ જેથી તમે તેની નારાજગી થી બચી શકો.
(6) દરેક વાતમાં રોકટોક:
ઘણાં બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડને દરેક વાત પર રોકટોક કરતા હોય છે. તેમ કરવાથી તેણે લાગશે કે તમે તમારી ગર્લફ્રેન્ડને પર્સનલ સ્પેસ આપતા નથી. આવા સમયે ગર્લફ્રેન્ડને ખોટું લાગી શકે છે અને સંબંધમાં તિરાડ પડી શકે છે. હવે તમે સમજી જ ગયા હશો કે આટલી વાતોનું ધ્યાન રાખવાથી તમારુ રિલેશનશિપમાં સારું રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.