માતા-પિતાની વિરુદ્ધ જઈને ‘પ્રેમ લગ્ન’ કરનારી સુરતની દીકરી લગ્નના ત્રીજા દિવસે ઘરે પાછી આવી… -યુવતીએ વિડીયો વાયરલ કરીને જુઓ શું કહ્યું

સુરત(Surat): શહેરમાં અવારનવાર અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે સુરતના વરાછા(Varachha) વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં વરાછા વિસ્તારમાં રહેતી એક પ્રેમિકાના મોઢા પર એસિડ નાખી જાનથી મારી નાખવાની ધમકી તેના પ્રેમી દ્વારા આપવામાં આવી છે.

જેમાં પ્રેમિકા દ્વારા એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં પ્રેમિકા મદદની પુકાર કરી રહી છે. પણ મહત્વની એ વાત છે કે, માતા-પિતાથી વિરુદ્ધ જઈ યુવતીએ વિશાલ સોલંકી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

વિડીયોમાં જુઓ યુવતી શું કહી રહી છે:

યુવતીએ વિડીયો બનાવીને કહ્યું છે કે, તેમના પ્રેમી વિશાલની હકીકત જાણી જતા પોતે માતા-પિતા પાસે આવી ગઈ છે. યુવતી તેના પ્રેમી પર અલગ અલગ પ્રકારના આરોપ લગાવી રહી છે. યુવતીએ જણાવ્યું કે, મારા માતા-પિતાએ પણ મને કહ્યું કે, છોકરો કેવો છે તે વિશે. વધુમાં યુવતી વિડીયોમાં કહે છે કે, મને ન્યાય મળવો જ જોઈએ.

જુઓ ચિઠ્ઠીમાં શું લખ્યું:

પ્રેમીએ પ્રેમિકાને જાનથી મારી નાખવાની ધમકી આપી:
યુવતીના જણાવ્યા અનુસાર, પ્રેમીના મિત્રો દ્વારા તેના પર એક ચિઠ્ઠી ફેંકવામાં આવી હતી. જે ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું હતું કે, તુ બવ મોજમાં ફરે છે, કઈ વાંધો નહિ ફરો ફરો… તારી પાછળ મારા બોડીગાર્ડ ફરે છે. ચિઠ્ઠીમાં છેલ્લે લખવામાં આવ્યું છે કે, તુ જ્યાં જા ત્યાં તારા મોઢાનું ધ્યાન રાખજે કોઈ એસીડ ફેંકી દેશે તો… તુ શું કરીશ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *