BPNL Recruitment 2023: ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ (BPNL) માં ધોરણ 10 અને 12 પાસ માટે 3000થી વધુ નોકરીઓ છે. ભારતીય પશુપાલન નિગમ લિમિટેડે સર્વે ઇન્ચાર્જ અને સર્વેયરની જગ્યાઓ(BPNL Recruitment 2023) માટે ભરતી બહાર પાડવામા આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ 2023 છે. આ ભરતીમાં સર્વે ઈન્ચાર્જની 574 અને સર્વેયરની 2870 જગ્યાઓ ખાલી છે. પશુપાલન નિગમ લિમિટેડમાં ભરતી માટેની અરજી ઓનલાઈન મોડમાં કરવાની રહેશે. આ માટેની તેની ઓફિસિયલ વેબસાઇટ https://bharatiyapashupalan.com/Home છે. ફોર્મ ભરતી વખતે ધ્યાન રાખો. ખોટી માહિતી આપવામાં આવી હશે તો અરજી રદ પણ થઈ શકે છે.
વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત
પશુપાલન નિગમ લિમિટેડમાં સર્વે ઈન્ચાર્જના પદ માટે, ઉંમર 21 થી 40 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. જ્યારે સર્વેયરની જગ્યા માટે ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પશુપાલન નિગમ લિમિટેડમાં સર્વે ઈન્ચાર્જના પદ માટે ઉમેદવારોએ 12મું ધોરણ પાસ કરવું ફરજીયાત છે. જ્યારે સર્વેયરની જગ્યા માટે 10મું પાસ કરવું ફરજીયાત છે.
અરજી ફી
ભારતીય પશુપાલન નિગમ લિમિટેડમાં સર્વે ઈન્ચાર્જના પદ માટે અરજી ફી 944 રૂપિયા છે અને સર્વેયરની જગ્યા માટે 826 રૂપિયા છે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ઓનલાઈન પરીક્ષાના આધારે કરવામાં આવશે. પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોના ઈમેલ પર એક ઘોષણા પત્ર મોકલવામાં આવશે. જે અરજદારોએ રૂ. 100ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ કરીને કોર્પોરેશનના સરનામે પોસ્ટ દ્વારા મોકલવાના રહેશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube