અત્યાર સુધી તમે કોઈને કોઈ બીમારી કે વાયરસના કારણે કોઈ વ્યક્તિના મૃત્યુના સમાચાર તો સાંભળ્યા જ હશે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે વાયરસ કોઈ વ્યક્તિનું મગજ ખાઈ જાય છે અને મૃત્યુ પામે છે. આ સાંભળીને તમને નવાઈ લાગશે પણ આ સત્ય છે. આ ઘટના ઈઝરાયલ(Israel)ની છે અને અહીં અમીબા(Amoeba)એ વ્યક્તિના મગજને ખોખલું કરી નાખતા એક વ્યક્તિનું મોત થયું છે. મૃત્યુ પામનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી. આ મામલો સામે આવ્યા બાદ ડોક્ટરોની ટીમે તપાસ શરૂ કરી છે. હાલમાં આ મામલો સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બનેલો છે.
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ઈઝરાયેલમાં બ્રેઈન ઈટિંગ અમીબા(Brain eating amoeba)ના કારણે 36 વર્ષના એક વ્યક્તિનું મોત થયું છે. આ અમીબા એ વ્યક્તિનું મગજ ખાઈ ગયું હતું. ઈઝરાયેલના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ કેસની પુષ્ટિ કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેને કોઈ પણ પ્રકારની બીમારી નથી. તેઓ નેગલેરિયાસિસથી મૃત્યુ પામ્યા હતા, જેને પ્રાથમિક એમેબિક મેનિન્ગોએન્સફાલીટીસ (primary amebic meningoencephalitis) તરીકે પણ ઓળખવામાં આવે છે, જે મગજનો દુર્લભ, વિનાશક સંક્રમણ છે.
આ જગ્યાઓ પર જોવા મળે છે બ્રેઈન ઈટિંગ અમીબા:
તબીબોના જણાવ્યા અનુસાર, ઘાતક મગજને ખોખલું કરી દેનાર અમીબા મીઠા પાણી, ખાબોચિયા અને અન્ય સ્થિર પાણીના સ્ત્રોતોમાં જોવા મળે છે. ઇઝરાયેલમાં આ મૃત્યુ પછી, બ્રેઈન ઈટિંગ અમીબાના સંભવિત જોખમોની હવે તપાસ કરવામાં આવી રહી છે. ડૉક્ટરોની ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ કેવી રીતે શક્ય બન્યું.
આ છે બ્રેઈન ઈટિંગ અમીબાના લક્ષણો:
ઈઝરાયેલમાં બ્રેઈન ઈટિંગ અમીબાને કારણે મોતનો મામલો સામે આવ્યા બાદ આરોગ્ય મંત્રાલયે તે યુવકના સેમ્પલને તપાસ માટે યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનને મોકલ્યા હતા. તે પ્રારંભિક તબક્કામાં નાક દ્વારા થાય છે અને તેના લક્ષણો નીચે મુજબ છે.
ગંભીર માથાનો દુખાવો, વધુ તાવ અને ઉલટી, શરીરમાં દુખાવો ઉપડવો, ગરદનમાં ખુબ દુખાવો ઉપડવો અને શરીરમાં હુમલો આવવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.