દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 22,68,676 થઈ ગઈ છે. જેમાંથી 6,39,929 સક્રિય કેસ છે, 15,83,490 લોકોને સારવાર અથવા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં 45,257 લોકો મૃત્યુ પામ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી સતત કેસના આકડામાં વધાર થઇ રહ્યો હતો અને હવે આ કેસના વધારામાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા દેશવાસીઓને રાહત થઇ છે.
છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 53601 નવા કેસ નોંધાયા
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 53,601 નવા કેસ નોંધાયા છે અને 871 લોકોનાં મોત નીપજ્યાં છે.
ભારતમાં કુલ કોવિડ કેસો અત્યાર સુધી 22.68 લાખ થયા છે, જયારે લગભગ 70% સાજા થવાનો દર નોંધાયો છે. અત્યાર સુધીમાં 45,000 થી વધુ કોવિડ -19 જોડાયેલ મૃત્યુ નોંધાયા છે; છેલ્લા 24 કલાકમાં 871 લોકોનાં મોત થયાં.
છેલ્લા ૨૪ કલાક માં ઢગલા બંધ કેસો સામે આવ્યા છે.છેલ્લા કેટલાય દિવસોથી આ પ્રમાણે જ રોજ કેસો સામે આવી રહ્યા છે. હાલ માં સૌથી વધારે પ્રભાવિત રાજ્યમાં મહારાષ્ટ્ર શામેલ છે. જો કે ત્યાં પણ પરીસ્થિતિ હવે કાબુમાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ત્યાં પણ પહેલા કરતા ઓછી સંખ્યામાં કેસો નોંધાઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.:https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP