રસોઈ ગેસ સિલેન્ડર એકવાર ફરી થયો મોંઘો, ઝીંકાયો આટલાનો તોતિંગ વધારો- 1000 રૂપિયાને પાર થઈ શકે છે LPG

ફરી એક વખત જનતા પર મોંઘવારી(Inflation)નો માર સવાર થયો છે. રસોઈ ગેસ સિલિન્ડર(Cooking gas cylinder) ફરી એક વખત મોંઘુ થયું છે. જેને લઈને સામાન્ય જનતાની કમર તૂટી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. 6 ઓક્ટોબર બુધવારે બિન સબસિડી વગરના એલપીજી સિલિન્ડર(LPG cylinder)ના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 1 ઓક્ટોબરના રોજ માત્ર 19 કિલો કમર્શિયલ સિલિન્ડર(Commercial cylinder)ના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હી-મુંબઈમાં બિન-સબસિડી વગરના સ્થાનિક એલપીજી સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા થઈ ગઈ છે. હવે પટનામાં એલપીજી સિલિન્ડર(LPG cylinder price hike) માટે તમારે 1000 માંથી માત્ર 2 રૂપિયા ઓછા ચૂકવવા પડશે.

કોલકાતામાં 926 અને ચેન્નાઈમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડર હવે 915.50 રૂપિયામાં મળશે. ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને જોતા આશંકા છે કે આ વખતે એલપીજી સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાથી પણ આગળ વધી જશે. છેલ્લા 4 મહિનામાં LPG સિલિન્ડરમાં રૂ.75નો વધારો નોંધાયો છે. LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરી એક વખત રૂ.15નો તોતિંગ વધારો ઝીકવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં LPG સિલિન્ડરનો ભાવ રૂ.891.50 પહોંચી ગયો છે.

અમે તમને જણાવી દઈએ ,કે 1 ઓક્ટોબરના રોજ કોઈ વધારો થયો ન હતો. તે જ સમયે, 1 સપ્ટેમ્બરના રોજ, 14.2 કિલો બિન સબસિડીવાળા સ્થાનિક એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અગાઉ, 18 ઓગસ્ટના રોજ પેટ્રોલિયમ કંપનીઓએ ગેસ સિલિન્ડરની કિંમતોમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. છેલ્લા એક વર્ષમાં દિલ્હીમાં ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં 305.50 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે હવે સબસિડી પણ આવી રહી નથી.

તમને જણાવી દઈએ કે જુલાઈ અને ઓગસ્ટમાં કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. મે અને જૂનમાં ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. એપ્રિલમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં LPG સિલિન્ડરની કિંમત આ વર્ષે જાન્યુઆરીમાં 694 રૂપિયા હતી, જે ફેબ્રુઆરીમાં વધારીને 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવી હતી. 15 ફેબ્રુઆરીએ ભાવ વધારીને 769 રૂપિયા કરવામાં આવ્યા હતા. આ પછી, 25 ફેબ્રુઆરીએ, એલપીજી સિલિન્ડરની કિંમત ઘટાડીને 794 રૂપિયા કરવામાં આવી હતી. માર્ચમાં એલપીજી સિલિન્ડરની કિંમત ઘટાડીને 819 રૂપિયા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *