ગુજરાત(gujarat): ગુજરાતમાં બોર્ડની પરિક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો આખરે અંત આવ્યો છે. ધોરણ 10 અને 12ની બાર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. કોરોનાને કારણે આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ ઓનલાઈન અભ્યાસ વધારે કર્યો હતો. આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ નિયત સમય કરતા મોડી શરૂ થવાની છે.
અત્રે નોંધનીય છે કે, 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન બોર્ડની પરીક્ષાઓ લેવાશે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. જેથી વિદ્યાર્થીઓ તે તારીખને અનુલક્ષીને પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી શકે.
બોર્ડ દ્વારા કહેવાયુ કે, ધોરણ-10, ધોરણ-12 ના નિયમિત, રિપીટર, ખાનગી તથા પૃથક ઉમેદવારોની જાહેરા પરીક્ષા તેમજ ધોરણ 10 અને ધોરણ 10 સંસ્કૃત માધ્યમની પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. આ મામલે તમામ શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓએ નોંધ લેવી.
દર વખત કરતા આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ નિયત સમય કરતા મોડી રાખવાનો મુખ્ય હેતુ કોરોના છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણય મુજબ તા.15/07/2021થી ધોરણ-12 માં તેમજ તા.26/07/2021 થી ધોરણ-9 થી 11 માં શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિકકાર્ય શરૂ કરવામાં આવેલું હતું. જેથી અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વધારે સમય મળી શકે તે માટે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરીને આ પરીક્ષાઓ બે અઠવાડિયા જેટલી મોદી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.