હાલ ચાલી રહેલી કોરોના મહામારી દરમિયાન એક એવી દુઃખદ ઘટના સામે આવી છે જેમાં ઉત્તરપ્રદેશનાં લખીમપુર ખીરીમાં કોરોના મહામારીએ નવવિવાહિત દંપતીનો પરિવાર વિખેરી નાખ્યો છે. એક નવવિવાહિત જોડી…જેના દાંપત્ય જીવનની હમણા જ શરૂઆત થઈ હતી કે, એવામાં આ મહામારી કાળ બનીને આ દંપતીનો ઘરસંસાર ભાંગવા માટે તેમના ઘરઆંગણે આવીને ઊભી રહી ગઈ હતી. જે ઘરમાં લગ્નપ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યાં અત્યારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
જાણવા મળ્યું છે કે, 30 એપ્રિલના રોજ શોભિત અને રુબીના લગ્ન થયા હતા. પરંતુ, લગ્નાના બીજા દિવસે પતિ-પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પત્નીની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં 12માં દિવસે જ તેનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત પત્નીને લગ્નના પાનેતરમાં જ હોસ્પટિલમાં દાખલ કરવામાં આવી હતી અને મૃત્યુ પછી આ જ કપડાંમાં તેને અંતિમ વિદાય પણ આપવામાં આવી હતી. પત્નીના મોતનો આઘાત લાગવાથી હાલ પતિની હાલત પણ ગંભીર છે.
મળતી માહિતી મુજબ, શોભિત કટિયાર 30 એપ્રિલના રોજ જાન લઈને રુબીના ગામમાં ગયો હતો. લગ્નના બીજા દિવસે એટલે કે, 1 મેના રોજ શોભિત એની પત્ની સાથે ગામમાં પરત ફર્યો હતો. રુબી જ્યારે સાસરે પહોંચી ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને તાવ પણ આવ્યો હતો.
પરિવારના સભ્યોએ તાત્કાલિક રુબીને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યારબાદ 10 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હોવા છતાં પણ તેના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો નહોતો અને આખરે તે મૃત્યુ પામી હતી. અત્યારે તેનો પતિ શોભિત પણ કોરોના સામેની જંગ લડી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પતિનું સ્વાસ્થ્ય પણ નબળું જણાઈ રહ્યું છે.
મળતી માહિતી મુજબ, રુબીને દવા અને ઓક્સિજન પણ યોગ્ય માત્રામાં મળ્યા નહોતાં. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, અત્યારે શોભિતની હાલત પણ ગંભીર છે. શોભિત તેની પત્નીની સારવાર કરતો હતો, જેથી તેને પણ તાવ આવ્યો અને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ થવા લાગી હતી. આ દરમિયાન એ પોતાનું ધ્યાન રાખી શક્યો નહોતો, જેથી તે પણ બીમાર પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.