Bhavanagar News: હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે.રાજ્યમાં ઠેર ઠેર લગ્ન પ્રસંગની ઉજવણી થઇ રહી છે.ત્યારે ભાવનગર(Bhavanagar News) જિલ્લ્માંથી એક ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે.જેમાં વરઘોડામાં ઘોડી પર સવાર થયેલા વરરાજા ઘોડો બંને પડ્યા હતા. વરરાજા નીચે અને ઘોડો માથે પડ્યો હતો. ઘોડો વરરાજા પર પડકા વરરાજાનાં મણકા અને પાંસળીઓ ભાંગી ગઈ હતી.જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
વરરાજા આજીવન પથારી વશ થઈ ગયા
24 ફેબ્રુઆરીના રોજ ભાવનગરના હાડાટોડા ગામમાં આયોજિત લગ્ન પ્રસંગમાં ફૂલેકા દરમિયાન ઘોડાને ખાટલા પર ડાન્સ કરાવતી વખતે કરુણ બનાવ બન્યો હતો. જેમાં ખાટલા પર ચડતી વખતે ઘોડો અને વરરાજા નીચે પટકાયા હતા. જેના કારણે વરરાજાના મણકા અને પાંસળીઓ ભાગી ગઈ હતી.ત્યારે વરરાજાને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ નવ લાખ જેટલો ખર્ચ થવા પામ્યો છે. આ વરરાજા આજીવન પથારી વશ થઈ ગયા છે. ખૂબ જ અણઘટતો બનાવ બનવા પામ્યો છે. તો ઘોડા ખેલવતા મિત્રો તેમજ ભાઈઓએ આમાંથી કંઈક બોધપાઠ લેવો જોઈએ.
ઘોડી માલિક લગામ પકડી કાબુ કરવાનો પ્રયાસ કરવા છતાં કાબુ ન થઇ વરરાજા સાથે વરઘોડામાંથી ભાગતા જાનૈયાઓકરતા ઘોડી પાછળ દોટ મૂકી હતી. પણ ઘોડી હાથમાં ન રહેતા વરરાજા પટકાયા હતાં.
વરઘોડામાં દેખાદેખીમાં ઘોડા પાસે કરતબ કરાવવાનું ચલણ
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં દેખાદેખીમાં વરઘોડામાં ઘોડા પાસે અનેક પ્રકારના કરતબો કરાવવામાં આવે છે. જેમાં ઘોડાને ખાટલા પર નચાવવાથી માંડીને ઘોડાને બે પગ પર ઝાડ કરીને તેની પાસે અલગ અલગ કરતબો કરાવવામાં આવે છે. જેને એક ગર્વનો વિષય માનવામાં આવે છે. જો કે યોગ્ય ટ્રેનિંગના અભાવે ઘોડાઓ પણ ડીજે અને બેન્ડના અવાજમાં ભડકી જતા હોય છે. આ ઉપરાંત કરતબમાં જો જરા પણ ચુક થાય તો ઘોડાઓ વરરાજા પર પડવાના અનેક બનાવોના વીડિયો અવાર નવાર વાયરલ થતા હોય છે.
ઘોડાનો પગ લપસ્યો અને વરરાજાનું જીવન બરબાદ
વરરાજાનું ફુલેકુ કાઢવામાં આવ્યું હતું. ડીજે અને ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. દરમિયાન ઘોડા પાસે કરતબો કરાવાઇ રહ્યા હતા. જેમાં ઘોડાને બે પગ પર ઝાડ કરીને ઉંચે પકડી રખાયેલા ખાટલા પર ઉભો રાખવાનોહ તો. જો કે ઘોડાએ ખાટલા પર બે પગ મુક્યા ત્યારે પાછળના બે પગ લપસી ગયા હતા. જેના કારણે ઘોડો વરરાજા પર પડ્યો હતો. વરરાજાની પાંસળી અને મણકા ભાંગી ગયા હતા.
ઘોડો અવાજથી નહીં લોકોના વધુ પડતા ચેનચાળાથી ભડકે છે
ઘોડાના જાણકારને પૂછતાં તેમને જણાવ્યું હતું કે મોટાભાગે વરઘોડામાં જતા ઘોડાઓ અવાજથી ભડકતા નથી. તેમને એ રીતે ટ્રેનિંગ આપેલ હોય છે. ફાયરિંગ સુધીના અવાજમાં તે સ્થિર જ ઉભા રહે છે. પરંતુ આસપાસના લોકો તેને સળી કરે કે કોઈ વસ્તુ પાછળના ભાગે અડે અથવા વધારે પડતા ચેનચાળા કરે તો ગુસ્સે થઇ તે ભડકતો હોય છે. ટ્રેનિંગનો અભાવ હોય તો પણ ક્યારેક ઘોડો વરઘોડામાં ભડકીને જાનહાની કે ઈજાઓ પહોંચાડતો હોય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App