ગુજરાત: ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) આવતા રવિવારે ફરી એકવાર અમદાવાદ (Ahmedabad) ની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ અમદાવાદ આવીને શહેરમાં આવેલ એસજી હાઈવે (SG Highway) પર સોલાથી ગોતા સુધીનો તૈયાર કરાયેલ નવા બ્રીજનું લોકાર્પણ કરવાનાં છે. દિવાળી પહેલા શહેરીજનોને મોટી ભેટ મળશે.
અમદાવાદીઓને હવે દિવાળી પહેલા જ મોદી સરકાર દ્વારા મોટી ભેટ મળશે. આ ભેટને લીધે શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી મોટી રાહત મળી રહેશે. શહેરના SG હાઈવે પર એલિવેટેડ કોરિડોર તૈયાર કરાઈ રહ્યો છે કે, જેથી હવે શહેરના SG હાઈ વે પર ટ્રાફિકની સમસ્યા ખુબ ઓછી સર્જાશે કે, જેથી લોકોને મોટી રાહત મળી રહેશે.
ગાંધીનગર ટ્રાવેલ કરતા લોકોને થશે ફાયદો:
ખાસ કરીને જે લોકો અમદાવાદથી ગાંધીનગર ટ્રાવેલ કરતા હોય એવા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળી રહેશે. SG હાઈવને પર હવે મોટા ભાગના ટ્રાફિક રૂટ પર બ્રીજ બનાવવામાં આવ્યા છે કે, જેને લીધે શહેરીજનોને મોટી રાહત મળી છે. એમા પણ હવે તો નવો બ્રીજ તૈયાર કરવામાં આવ્યો કે, જેથી રસ્તો વધારે આસાન બન્યો છે.
સોલાથી લઈ ગોતા સુધીનો અંડરબ્રીજ તૈયાર:
SG હાઈવે પર સોલાથી લઈને ગોતા સુધીનો આ ઓવરબ્રિજ તૈયાર કરાયો છે. આપને જણાવી દઈએ કે, આ બ્રીજ અત્યાર સુધીનો સૌથી લાંબો ઓવરબ્રીજ છે. આ ઓવરબ્રીજને લીધે જે કોઈ લોકોને ગાંધીનગર જવું હશે એવા લોકોની અંદાજે 15 મીનીટ બચી જશે કે, જેથી અમદાવાદથી ગાંધીનગર ટ્રાવેલ કરનારને સૌથી મોટો લાભ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.