ભરૂચ નજીક CNG પંપ પર ગેસ રિફિલિંગ કરાવી રહેલ કારમાં અચાનક જ ભયંકર બ્લાસ્ટ થતા…

ગુજરાત: દિવાળીના તહેવારો (Diwali festivals) ની હજુ શરૂઆત નથી થઇ ત્યાં તો ભરૂચ (Bharuch) માં આગ તથા ધૂમધડાકાની ઘટનાઓ શરૂ થઈ ચુકી છે. આજથી 2…

ગુજરાત: દિવાળીના તહેવારો (Diwali festivals) ની હજુ શરૂઆત નથી થઇ ત્યાં તો ભરૂચ (Bharuch) માં આગ તથા ધૂમધડાકાની ઘટનાઓ શરૂ થઈ ચુકી છે. આજથી 2 દિવસ અગાઉ જ સુરત શહેર (Surat city) ની લકઝરી બસ હાઇવે પર સળગી ઉઠવાની ઘટના પછી બુધવારે રાતે નર્મદા ચોકડી ઉપર CNG સ્ટેશન પર ગેસ ફિલિંગ દરમિયાન કારની ટેન્ક ફાટતા કારના ફુરચે ફુરચા નીકળી ગયા હતા.

સદનસીબે જાનહાનિ ટળી:
દિવાળીના તહેવારો ટાણે જ ભરૂચમાં આગ, અકસ્માતો તેમજ ધડાકાઓની ઘટનાઓ છેલ્લા થોડા દિવસોથી બની રહી છે. હજુ 2 દિવસ અગાઉ હાઇવે પર અંકલેશ્વર ટોલ પ્લાઝા પાસે બર્નીગ બસની ઘટના પછી બુધવારની રાત્રે CNG કારની ટાંકી ફાટી નીકળી હતી.

ઘટનાની મળતી જાણકારી પ્રમાણે સુરતના હરિકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા કોન્ટ્રાકટર નરેન્દ્ર વિનુભાઈ ખાતરા બુધવારની રાતે સુરતથી તેમની હોન્ડા જાજ કાર લઇને વડોદરા બાજુ જઈ રહ્યા હતા. રાતે 11.50 કલાકે તેઓ ભરૂચની નર્મદા ચોકડી પરના ગુજરાત ગેસના CNG સ્ટેશન પર ગેસ ભરાવા ગયા ત્યારે CNG ભરાઈ રહ્યો હતો ત્યારે ટેન્ક ફાટતા અફરાતફરી મચી જવા પામી હતી.

મોટી દુર્ઘટના ટળી:
પ્રચંડ ધડાકા સાથે CNG ટેન્ક ફાટી નીકળતા કારનાં ફુરચે ફુરચા નીકળી ગયા હતા. જો કે, કાર ચાલક તેમજ સવાર વ્યક્તિ ગેસ ફીલિંગ દરમિયાન દૂર હોવાથી તેઓનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. ગેસ ભરી રહેલ ફિલિર પણ સાઇડ પર હોવાને લીધે બચી ગયા હતા. રાતના સમયે ખુબ ઓછા વાહનો તેમજ લોકોને લીધે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી.

ટેન્ક ફાટવાથી CNG સ્ટેશનના 50 ફૂટ ઊંચા સિલિંગના પણ ફુરચા નીકળી ગયા હતા તેમજ કાર કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. હોન્ડા જાજ કાર 2017 ની અમદાવાદ પાર્સિંગની પેટ્રોલ રજીસ્ટર્ડ હતી કે, જેનું RTOમાં CNG કીટ નખાવ્યા પછી રજિસ્ટ્રેશન ન કરાયું હોવાની માહિતી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *