GRD મહિલા અને પોલીસકર્મી વચ્ચેના પ્રેમ સબંધે લીધો પતિનો જીવ- પત્નીના અફેરથી કંટાળી પતિએ ટુંકાવ્યું જીવન

Case of suicide of GRD woman’s husband: રાજ્યમાં દિવસે ને દિવસે આપઘાતના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. એવી જ એક આપઘાતની ઘટના મહેસાણા જીલ્લાના કડી…

Case of suicide of GRD woman’s husband: રાજ્યમાં દિવસે ને દિવસે આપઘાતના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. એવી જ એક આપઘાતની ઘટના મહેસાણા જીલ્લાના કડી તાલુકામાં નોધાઇ રહી છે. કડી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી ધવલ પ્રજાપતિ સામે એક ફરિયાદ નોધવામાં આવી છે.FSL વેરિફિકેશન બાદ 8 મહિના પછી પોલીસકર્મી ધવલ પ્રજાપતિ સામે આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ રહી છે. મળતી માહિતી અનુસાર, કડી પોલીસ સ્ટેશનના GRD મહિલા(Case of suicide of GRD woman’s husband) અને પોલીસકર્મી ધવલ પ્રજાપતિના પ્રેમ પ્રકરણથી કંટાળીને GRD મહિલાના પતિએ આપઘાત કરી લીધો છે.

પત્નીના પ્રેમ સંબંધથી કંટાળી પતિનો આપઘાત
મળતી માહિતી અનુસાર,કડીની વીરમાયા સોસાયટીના કોમન પ્લોટમાં આવેલી એક મકાનમાં રહેતાં અને કડી પોલીસ સ્ટેશનમાં GRD તરીકે ફરજ બજાવતા પ્રિયંકા ચૌહાણને સાથે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ધવલ પ્રજાપતિ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો, જેની જાણ પ્રિયંકાના પતિ મુકેશ ચૌહાણને થતાં પ્રિયંકા અને તેના પ્રેમીએ તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ઘણી વાર ધમકી આપી હતી. પત્ની અને તેના પ્રેમીથી કંટાળીને મુકેશે 31 જાન્યુઆરી 2023ની રાત્રિ દરમિયાન તેના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જે પછી મુકેશના ભાઈ ઉપેન્દ્ર ચૌહાણે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રિયંકાના આ બીજા લગ્ન હતા
ફરિયાદમાં તેઓએ કહ્યું છે કે, મારા ભાઈ મુકેશના બીજા લગ્ન કલોલના મણિલાલની દીકરી પ્રિયંકા સાથે કરવામાં આવ્યા હતા. પ્રિયંકાના પણ આ બીજા જ લગ્ન હતા, તેને પહેલા લગ્નથી એક દીકરો હતો. જેનું નામ રોહન છે. મુકેશ સાથે લગ્ન થયા પછી પ્રિયંકા તેના દીકરા રોહનને પણ અહી સાથે લઈને આવી હતી. એ બાદ મુકેશ અને પ્રિયંકાને સંતાનમાં એક દીકરી થઈ હતી.

‘મુકેશે કહ્યું હતું- મને આ બધા ઘણો હેરાન કરે છે’
મૃતકના ભાઈ ઉપેન્દ્ર ચૌહાણે કહ્યું છે કે, મારાભાઈ મુકેશને તેની પત્ની પ્રિયંકાના તેની સાથે નોકરી કરતા પોલીસકર્મી ધવલ પ્રજાપતિ સાથેના પ્રેમ સંબંધની જાણ થતાં તેણે મને અને મારી માતાને આ વાત કરી હતી. તેણે મને કહ્યું હતું કે હું મારી પત્નીના પ્રેમ સંબંધથી કંટાળી ગયો છું. મારી પત્ની પ્રિયંકા મારી સામે જ ધવલ સાથે વીડિયો કોલથી વાતો કરે છે. મેં તેને ઘણીવાર સમજાવાનો પ્રયાસ કર્યો પણ તેઓ મને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી છે.

‘મારા ભાઈને ન્યાય મળે એવા મારી માંગ’
મારા ભાઈ મુકેશે તેની પત્ની અને પ્રેમી ધવલ પ્રજાપતિ, પ્રિયંકાના ભાઈ અને પિતાથી કંટાળીને આપઘાત કરી લીધો છે. આ બધા તેને ઘણો હેરાન કરતા હતા. નાના ભાઈની પત્નીના પોલીસ સ્ટેશનમાં જ કામ કરતા ધવલ પ્રજાપતિ સાથે પ્રેમસંબંધના કારણે મારા ભાઈએ આ પગલું ભર્યું છે.

મારી બસ એક જ માંગ છે કે મારા ભાઈને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા મળે. ત્યારે હવે આપઘાત પૂર્વે લખેલી સૂસાઈડ નોટના FSL વેરિફિકેશન રિપોર્ટ બાદ પોલીસ કર્મી ધવલ પ્રજાપતિ અને મૃતકની પત્ની પ્રિયંકા સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રિયંકાના પિતા અને ભાઈ સામે પણ ફરિયાદ નોધવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *