અમદાવાદમાં સાયબર ક્રાઇમ-કસ્ટમ વિભાગનું મેગા ઓપરેશન- પુસ્તકોમાં છૂપાઈને લાવવામાં આવતું 48 લાખનું ડ્રગ્સ ઝડપાયું

Drugs worth 48 lakhs seized from Ahmedabad: અમદાવાદ શહેરમાં ડ્રગ્સનું ચલણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને તેને રોકવું હવે લગભગ શક્ય નથી. રોજ ‌બિલાડીના ટોપની જેમ પેડલર્સ વધી રહ્યા છે, જેમનો ટાર્ગેટ રાતોરાત રૂપિયા કમાવવાનો છે. ક્રાઇમ બ્રાંચે, પીસીબી, લોકલ ક્રાઇમ બ્રાંચ તેમજ સ્થાનિક પોલીસ ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા માટે ખુબ મહેનત કરે છે, પરંતુ આ ધંધો એટલી હદે ફેલાઇ ગયો છે કે તે બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. ત્યારે અમદાવાદમાંથી ફરી 48 લાખ રૂપિયાનું ડ્રગ્સ (Drugs worth 48 lakhs seized from Ahmedabad) ઝડપાયું છે. મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ સહિત સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગ પણ ચોંકી ગયું છે.

આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ઓનલાઈન પાર્ટી ડ્રગ્સ મંગાવવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો આજે પર્દાફાશ થયો છે. વિદેશમાં બેઠેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા દેશના અલગ અલગ ભાગોમાં નવી જ મોડસ ઓપરન્ડી દ્વારા ડ્રગ્સ મોકલતા હોવાનું કૌભાંડ આજે ઝડપી પાડવામાં આવ્યું છે. ડ્રગ્સ પેડલરો પુસ્તકોના પાના કૉકેઇનમાં પલાડી નશાકારક બનાવી પુસ્તકો ઈન્ટરનેશનલ કુરિયર મારફતે મંગાવવામાં આવતા હતા, કૉકેઇન યુક્ત પુસ્તકોના પાના કાપીને ઉપયોગમાં લેવાતા હોવાનો આજે ખુલાસો કરવામાં આવ્યો છે.

ક્રિપ્ટો કરન્સીમાં કરવામાં આવતું હતું પેમેન્ટ
આ ઉપરાંત ડાર્ક વેબનો ઉપયોગ કરી ઇન્ટરનેશનલ કુરિયરોથી ડ્રગ્સની ડિલિવરી થતી હોવાનું સામે આવી રહ્યું છે. આ પુસ્તકોને આંતરરાષ્ટ્રીય કુરિયર કંપનીના ગોડાઉનમાંથી પકડવામાં આવી રહી છે. ગોડાઉનમાંથી ગુજરાતના સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગે મોટા પ્રમાણમાં પુસ્તકો જપ્ત કરી લીધા છે.

ડાર્ક વેબ મારફતે ડ્રગ્સ મંગાવીને તેનું પેમેન્ટ ક્રિપ્ટો કરન્સી અને ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતું હોવાનો પણ આજે ખુલાસો થયો છે.જરાતના સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગે ડ્રગ્સ પેડલર અને ડ્રગ્સ ખરીદનારાઓને ટ્રેસ કરી લીધા છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ થતાં પોલીસ પણ હચમચી ગઈ છે. હાલ સમગ્ર મામલે પોલીસ, સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગ વધુ તપાસ કરી રહ્યું છે.

કચ્છમાંથી ઝડપાયું હતું 80 કિલોથી વધુનું ડ્રગ્સ
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ કચ્છમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસે દરિયા કિનારેથી 80 કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ડ્રગ્સની કિંમત આશરે 800 કરોડથી વધુ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. દરિયા કિનારેથી બિનવારસી સ્થિતિમાં ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સને એફએસએલમાં તપાસ માટે મોકલાતા પ્રાથમિક તપાસમાં કોકેઈન હોવાનું સામે આવી રહ્યું હતું.

ટીમે ડ્રગ્સ સામે કરી પ્રશંસનીય કાર્યવાહી
આ સમગ્ર મામલે આઈજીપી બોર્ડર રેન્જ IPS જે.આર. મોથાલિયા જણાવ્યું છે કે, ગુજરાત પોલીસની ડ્રગ્સ સામેની કાર્યવાહી હંમેશા જારી રહી છે અને તે અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસે ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. પૂર્વ કચ્છ ACP સાગર અને તેમની ટીમે ડ્રગ્સ સામે પ્રશંસનીય કાર્યવાહી કરી રહી છે અને ડ્રગ્સ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *