અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ રાજ્યમાંથી સામે આવતી હોય છે. અનેકવાર પોતાના સ્વજનો ગુમાવવાથી પરિવાર પણ જાણે આભ તૂટી પડતું હોય છે તેમજ સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફરી વળતો હોય છે. વાર-તહેવાર પર ટ્રાફિકજામ તથા ભીડને કારણે માર્ગ પર અકસ્માતની ઘટના સર્જાતી હોય છે.
રાજ્યના સુરત શહેરમાં સરથાણા વિસ્તારમાં બેફામ સ્પીડે હંકારીને જતો ટ્રક દિવાલ તોડીને એક મકાનમાં ઘૂસી ગયો હતો. ઘડાકાભેર ટ્રક મકાનમાં ઘૂસી જતા લોકોનાં ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. જો કે, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી તેમજ ટ્રકના ડ્રાઈવરને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો.
ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો:
સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશન પાસે આજે એક ટ્રક (GJ-05-BV-8957) રેતી તથા કપસી ભરીને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારપપછી સરથાણા પોલીસ સ્ટેશન પાસેમાં આવેલ એક મકાનમાં દિવાલ તોડીને અંદર ઘૂસી ગયો હતો.
ટ્રક ડ્રાઈવરને પકડી પોલીસ સ્ટેશન લઈ જવાયો:
ધડાકાભેર સર્જાયેલ અકસ્માતની આ ઘટના સર્જાયા પછી આજુબાજુથી લોકોનાં ટોળેટોળા ભેગા થયા હતા તેમજ ટ્રકના ડ્રાઈવરને પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારપછી ડ્રાઈવરને સરથાણા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો. એક ચર્ચા મુજબ જાણવા મળ્યું છે કે, ટ્રકનો ડ્રાઈવર દારૂના નશામાં હતો.
અન્ય એક ઘટનામાં સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાઘેચા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં સુરત ગોડાધરા અને પૂણા કુંભારિયા વિસ્તારના 6 જેટલા યુવાનો નાહવા માટે ઉતર્યા ત્યારે બે યુવાનો પાણીના ઊંડા વહેણમાં તણાયા હતા. આ ઘટનાની જાણ થતાંની સાથે જ ફાયરની ટીમે શોધખોળ હાથ ધરતા એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય એક યુવાનની શોધખોળ શરુ હોવાનું જાણવા મળી રહયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.