જન્માષ્ટમીનાં પાવન પર્વ પર ચોટીલા ડુંગર પર થયો ચમત્કાર: માતાજી સમક્ષ થયો ‘લક્ષ્મી’ નો જન્મ

ગઈકાલે એટલે કે, જન્માષ્ટમીના પાવન પર્વ પર લોકો ઠેર-ઠેર ફરવા માટે નીકળી ગયા હતા. આવા સમયે ચોટીલામાં બિરાજમાન ચામુંડા માતાજીનાં દર્શન કરવા માટે જાણે માનવ…

ગઈકાલે એટલે કે, જન્માષ્ટમીના પાવન પર્વ પર લોકો ઠેર-ઠેર ફરવા માટે નીકળી ગયા હતા. આવા સમયે ચોટીલામાં બિરાજમાન ચામુંડા માતાજીનાં દર્શન કરવા માટે જાણે માનવ મહેરામણ ઊમટી પડ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. જયારે બીજી બાજુ મંદિરમાં દર્શન કરવા માટે આવેલ એક સગર્ભા મહિલાને ડુંગર ચડતી વખતે પ્રસૂતિની પીડા થતાં પગથિયાં પર જ બાળકીને જન્મ આપ્યો હતો.

ઘટનાની જાણ થતાંની સાથે જ એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ માતા-બાળકીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી કે, જ્યાં બંનેની હાલત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે ચોટીલાના ઐતિહાસિક ચામુંડા માતાજીના ડુંગરમાં ગઈકાલે હકડેઠઠ માનવ મહેરામણ દર્શન કરવા માટે ઉમટી પડ્યું હતું.

માતાજીનાં ચરણોમાં શીશ નમાવવા માટે લોકો પહોંચ્યા હતા. લોકોની અભૂતપૂર્વ ભીડમાં વધારો થતા મંદિરનો મુખ્યદ્વાર પણ થોડા સમય બંધ કરી દેવામાં આવ્યો હતો. ચોટીલા જન્માષ્ટમી પર્વ પર દર્શન કરવા માટે આવેલ ગોધરાના મંડોડ ગામની રોશનીબેન નામની મહિલાને ડુંગરનાં પગથિયાં પર જ પ્રસૂતિની પીડા થતાં બાળકીને જન્મ આપ્યો હતો.

બાળકીના જન્મ અંગે એમ્બ્યુલન્સની ટીમને જાણ થતાંની સાથે જ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ બાળકી તથા તેની માતાને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ અંગે એમ્બ્યુલન્સ વાનના EMT મહેશ શીશા તેમજ પાયલોટ ગૌરવ રામાનુજ જણાવે છે કે, આ મહિલાને ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે પગથિયાં ચઢતા સમયે અડધા રસ્તે પ્રસૂતિનો દુખાવો થતાં બાળકીને જન્મ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *