લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ… ડાન્સ કરતા-કરતા સ્ટેજ પર જ ઢળી પડ્યા, પાંચ સેકેંડમાં આંબી ગયું મોત

લગ્નગાળા વચ્ચે ચોંકાવનારી ઘટના સામે આવી છે, પરિવાર લગ્નની ખુશી માનવી રહ્યો હતો ને અચાનક પરિવારના એક સભ્યના મોતથી લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. રાજસ્થાનના પાલીમાં (Pali, Rajasthan) સાળીના લગ્નમાં સ્ટેજ પર ડાન્સ કરતી વખતે જીજાજીનું થયું મૃત્યુ. આ ઘટના શુક્રવારે રાત્રે પાલીના મહાત્મા ગાંધી કોલોનીમાં (Mahatma Gandhi Colony) બની હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. એકતરફ સમગ્ર પરિવાર લગ્નની ખુશી માનવી રહ્યો છે અને બીજીબાજુ પોતાની સાળીના લગ્નમાં ડાન્સ કરતા કરતા જીજાજી એકાએક ઢળી પડ્યા હતા.

અબ્દુલ પઠાણ રાજસ્થાનના પાલીના રહેવાસી છે. તે સરકારી શાળામાં પીટીઆઈ (શારીરિક તાલીમ પ્રશિક્ષક) તરીકે ફરજ પર હતા. તે તેના સાસરે તેની પત્ની અને બે બાળકો સાથે ગયા હતા. શનિવારે તેની પત્નીની બહેન એટલે કે તેમની સળીના લગ્ન હતા. શુક્રવારની રાતે તેમની સાળીનો સંગીતનો પ્રસંગ હતો. તો દરેક સગા સબંધીઓ લગ્નની ખુશીમાં ડાન્સ કરી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

તેમના સંબંધીઓ સાથે અબ્દુલ પણ સ્ટેજ પર ડાન્સ કરી રહ્યો હતો. અબ્દુલ ડાન્સ કરતી વખતે અચાનક સ્ટેજ પર પડી ગયા હતા. તેમના સંબંધીઓએ અબ્દુલ સલીમને જગાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેના કોઈ હલચલ ન થતી જણાતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. તેમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું તેવું ડોક્ટરે જણાવ્યું. સાસુ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે.

આવા કિસ્સાઓમાં કાર્ડિયાક અરેસ્ટ, હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર મૃત્યુના ત્રણ મુખ્ય કારણો છે હોય શકે
હૃદય વહન પ્રણાલીથી કાર્ય કરે છે, જેમાં વિદ્યુત પ્રવાહ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરે છે. જેના કારણે સંકોચન થાય છે અને હૃદય સામાન્ય ક્રમમાં ધબકે છે. સામાન્ય રીતે હૃદય એક મિનિટમાં 72 વખત ધબકે છે. જ્યારે પ્રતિ મિનિટ આ ધબકારા 200-300  થઈ જાય છે, ત્યારે હૃદય શરીરમાં લોહીનું વાહન કરવામાં સક્ષમ થતું નથી. જેના કારણે મગજમાં પુરતું લોહી ન મળતા મૃત્યુ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *