ભાઈ બહેનના સબંધને લજવતો કિસ્સો સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. જો વાત કરવામાં આવે તો રાજસ્થાન(Rajasthan)માં આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે. ચુરુ બાદ હવે ચિત્તોડગઢ(Chittorgarh) જિલ્લામાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક મોટા ભાઈએ તેની સાવકી બહેન પર દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી દીધી હતી. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ આરોપી અને તેના સંબંધીઓએ પીડિતાને ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું. બાદમાં પરિજનોએ આરોપીને ફરાર કરી દીધો હતો. પરંતુ મામલો પ્રકાશમાં આવતાં પોલીસે આરોપી ભાઈની સુરતથી ધરપકડ કરી હતી. આ મામલો ચિત્તોડગઢના સદર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
સદર પોલીસ સ્ટેશનના અધિકારી હરેન્દ્ર સિંહે જણાવ્યું કે, આ મામલા અંગે વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરે તેની માતા સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાના જણાવ્યા અનુસાર, તેની માતા તેના પિતાની બીજી પત્ની છે. તેના સાવકા ભાઈ-બહેન પિતાના ઘરે આવતા-જતા હતા. સાવકા ભાઈએ ઈદના 1 મહિના પહેલા તેના પર દુષ્કર્મ આચર્યું અને આ અંગે કોઈને ન કહેવાની ધમકી આપી હતી. પીડિતા જાહેર શરમ અને ડરના કારણે ચૂપ થઈ ગઈ.
પીડિતાને એક મહિના પછી ખબર પડી કે તે ગર્ભવતી છે:
એક મહિના પછી પીડિતાને ખબર પડી કે તે ગર્ભવતી છે. આ અંગે તેણે માતાને આ અંગે જાણ કરી હતી. આ સાંભળીને પીડિતાની માતા આઘાતમાં સરી પડી હતી. પીડિતાની માતાએ તેના સાવકા પુત્રના પરિવારજનો સાથે આ અંગે વાત કરી હતી. જેના પર આરોપીના સગાઓએ મળીને માતાને માર માર્યો હતો. બાદમાં પીડિતાને નર્સિંગ હોમમાં લઈ ગયા બાદ તેણીનો બળજબરીથી ગર્ભપાત કરાવ્યો હતો. જે બાદ પરિવારજનોએ આરોપીને ભગાવી દીધો હતો.
આરોપી સુરતમાંથી ઝડપાયો:
પોલીસે પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. જ્યારે પોલીસે આરોપીના સંબંધીઓને તેના વિશે પૂછપરછ કરી તો તેઓએ કશું કહ્યું નહીં. જેના આધારે પોલીસની ટીમે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસે મામલાના તળિયે જઈને આરોપીને ગુજરાતના સુરતમાંથી પકડી પાડ્યો હતો. સાથે જ પીડિતાના 164 નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. પોલીસ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.