અમદાવાદ(Ahmedabad): જો વાત કરવામાં આવે તો નાગરિકોને જાહેર પરિવહન સેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા બસ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ સર્વિસ (BRTS) સેવા શરૂ કરવામાં આવી છે. જેને દ્વારા અનેક લોકો આ બસનો ઉપયોગ કરે છે. ત્યારે હવે આ બધાની વચ્ચે અમદાવાદની BRTS બસના ડ્રાઇવરની મનમાનીનો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, બસના ડ્રાઈવરે ચાલુ બસ રોકી દીધી હતી અને પાણીપૂરીની જિયાફત માણી હતી.
View this post on Instagram
મળતી માહિતી અનુસાર, ઝુંડાલ સર્કલથી ત્રિમંદિર રૂટના બસના ડ્રાઇવરનો આ વિડીયો હોવાનું સામે આવ્યો છે. અડાલજ સ્વાગત સિટી નજીક આ રીતે બસ ઊભી રાખીને ડ્રાઇવરે પાણીપૂરી ખાધી હોવાની જાણકારી મળી છે.
ચાલુ ફરજ દરમિયાન બસ રોકી અને પાણીપૂરી ખાવા ગયેલા બસ ડ્રાઈવરનો વિડીયો તપાસ કરવામાં આવતા 1 એપ્રિલ 2023ના રોજનો હોવાનું સામે આવ્યું છે. જયારે ડ્રાઇવરનું નામ નીરજ પરમાર છે. અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા આ BRTS બસ ડ્રાઇવરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. બસ ઓપરેટર ટાટાની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે અને તેને રૂ.15,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, બસનો ડ્રાઇવર જ્યાં સુધી પાણીપૂરી ખાઈને પરત આવ્યો નહોતો અને ત્યાં સુધી મુસાફરો ને બસમાં જ બેસી રહેવું પડ્યું હતું અને તેમને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. લોકોનો સમય પણ વેડફાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા ચલાવવામાં આવતી જાહેર પરિવહનની સેવા એવી BRTS અને AMTS બસના ડ્રાઈવરો દ્વારા ચાલુ ફરજ દરમિયાન પોતાની મનમાની કરવામાં આવતી હોવાના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે. ત્યારે અડાલજ ત્રિમંદિરથી ઝુંડાલ સર્કલ સુધીની BRTS બસના ડ્રાઇવરનો વિડીયો વાયરલ થવા પામ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.