ચૂંટણીના બંદોબસ્તમાં જઈ રહેલા BSF જવાનોની બસ પલટી- જાણો સમાચાર ફટાફટ

દરભંગાના સિંઘવાડામાં ચૂંટણીઓ યોજાઇ રહી છે બીએસએફના જવાનો ભરેલી એક બસ કટરાની તેહવરા પંચાયતના બુધકરાની નજીક બસ પલટી ગઈ છે. દુર્ઘટનામાં છ જેટલા જવાન અને બસ ચાલક ને ઈજાઓ પહોચી છે. બધાં સિંઘવાડા પી.એચ.સી.માં સારવાર આપીને ચાર યુવાનોને પછી રજા આપી દેવામાં આવી. ત્રણ જવાનોની સારવાર શરુ છે. બધાની હાલતની સ્થિર છે અને જીવને કોઈ જોખમ નથી.

જાણવા મળ્યું છે કે, સાત તારીખે ચૂંટણીઓના ત્રીજા તબક્કામાં મતદાન બંદોબસ્તમા મોટી સંખ્યામાં બીએસએફના જવાનો દરભંગાના સિંઘવાડા મોકલવામાં આવ્યા છે. એક બસ રસ્તો ભૂલીનેર કટરાના તેહવરામાં આવી ગઈ હતી. જવાનોને બસ ખોટી જગ્યાએ જઈ રહી છે તે જાણ થતા જ બસ ચાલકને બસ પરત લેવા કહેતા બસને રીટર્ન લેવા માટે બસ આગળ પાછળ કરી રહ્યા હતા. તે જ સમયે આ બસ પલટી ગઈ અને ઘટનાની જાણ થતા આસપાસના ગામડાના લોકો પણ ઘટનાસ્થળ પર ભેગા થઇ ગયા. જવાનો પોતાની જાતે જ બસમાંથી બહાર આવી ચુક્યા હતા.

ઘટનામાંમાં બીએસએફના હેડ કોન્સ્ટેબલ સંજય ભાઈ, હેડ કોન્સ્ટેબલ ડીડી મહોતો, કોન્સ્ટેબલ અવનાશ કુમાર, વિશ્વજીત સમર, સમીર કુમાર, સકે રાય, વિજય પાસી ને સિંઘવાડા પી.એચ.સી. માં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. ચિકિત્સા પ્રભારી ડો પ્રેમચંદ એ જણાવ્યું કે તમામ જવાનોની તબિયત હવે જોખમથી બહાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *