ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી(Assembly elections) નજીક આવતાની સાથે જ હવે રાજ્યમાં અલગ અલગ રાજકીય પાર્ટીની રાજકીય ગતિવિધિઓ શરૂ થઇ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, BTPના ધારાસભ્ય મહેશ વસાવા(Mahesh Vasava) અને ઉપાધ્યક્ષ પરેશ વસાવા(Paresh Vasava)એ ગઇકાલે દિલ્હીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સાથે મુલાકાત કરી હતી. BTPના ધારાસભ્ય મહેશ વસાવાની અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત બાદ હવે અનેક તર્ક વિતર્ક શરુ થઇ ગયા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP) અને BTP બન્ને એક થાય તેવી પુરેપુરી શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે ચૂંટણી પૂર્વે અરવિંદ કેજરીવાલની નજર ગુજરાતમાં વસતા આદિવાસી મતદારો પર હોવાનું આ મુલાકાત પરથી લાગી રહ્યું છે.
ગુજરાત BTPના ધારાસભ્ય એવા મહેશ વસાવા અને ઉપાધ્યક્ષ પરેશ વસાવાએ ગઇકાલના રોજ દિલ્હી ખાતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને બીટીપી સાથે મળીને ભારતીય જનતા પાર્ટી સામે મોરચો માંડશે.
એક કલાક બેઠક ચાલી: સુત્રો
સૂત્રોના જણાવ્યા અનુસાર, અરવિંદ કેજરીવાલ સાથે એક કલાક સુધી BTPના ધારાસભ્ય મહેશ વસાવા અને ઉપાધ્યક્ષ પરેશ વસાવાની બેઠક ચાલી હતી. આ બેઠક દરમિયાન ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા. અરવિંદ કેજરીવાલ સાથે બેઠકમાં ગુજરાત રાજ્યમાં BTP અને AAP સાથે મળી ભારતીય જનતા પાર્ટી સામે મોરચો માંડશે તે વાત આ બેઠક પરથી સ્પષ્ટ જણાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ BTP AAP સાથે ગઠબંધન કરશે અથવા તો મર્જ થશે તે વાત ચોક્કસ હોવાનું સુત્રો પાસેથી જાણકારી મળેલ છે.
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી હવે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી દ્વારા એક પછી એક માસ્ટર પ્લાન ઘડવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં રહેતા આદિવાસી મતદારો પર આમ આદમી પાર્ટીની નજર હોય તેવું લાગી રહ્યું છે અને આગામી ચૂંટણીમાં ગુજરાતમાં વસતા તમામ આદિવાસી સમાજના મતદારોને સાથે રાખી AAP ભારતીય જનતા પાર્ટી સામે મોરચો માંડશે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.