નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2021-22 રજૂ કર્યું છે. જેમાં તેણે અર્બન જલજીવન મિશન માટે 2 લાખ 87 હજાર કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી થે. આ પૈસા 5 વર્ષમાં ખર્ચ થશે. જેના હેઠળ શહેરી ક્ષેત્રોમાં ઘરે-ઘરે પાણી પહોંચાડવામાં આવશે. આ અંગે નાણામંત્રીએ બજેટ રજૂ કરતા કહ્યું કે, જલ જીવન મિશન લોન્ચ કરવામાં આવશે. આ યોજના હેઠળ 4378 શહેરમાં પાણી પહોંચાડવાનું કામ કરાશે. આ રકમ 2.86 કરોડ ઘર સુધી નળ કનેક્શન દ્વારા પાણી પહોંચાડવા માટે ખર્ચ થશે. સાથે જ 500 અમૃત શહેરોમાં પાણી સાથે સંકળાયેલા કચરામાં મેનેજમેન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
આ યોજના કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના જલ જીવન મિશનનું એક્સટેંશન હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2019ના લાલ કિલ્લાના પ્રાચીરથી આ યોજનાની શરૂઆત કરી હતી. જેનો લક્ષ્ય ગામના પ્રત્યેક ઘર સુધી નળ કનેક્શન આપવું છે. જેને હવે વધારી શહેરો સુધી કરી દીધી છે. મોદી સરકારે બીજા કાર્યકાળની અમૂક મહત્વપૂર્ણ યોજનાઓમાં જલ જીવન મિશનનું નામ આવે છે. આ યોજના લાગૂ કરવા માટે જલશક્તિ મંત્રાલય પણ બનાવવામાં આવ્યું છે. જોધપુરના સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવતને આ મંત્રાલયના મંત્રી બનાવવામાં આવ્યા છે.
2024 સુધીમાં નળ કનેક્શન આપવાનો લક્ષ્ય
કેન્દ્ર સરકારે જલ જીવન મિશન હેઠળ રાજ્યોને પણ સાથે લીધા છે. જેના હેઠળ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, 2021-22ના પ્રથમ ત્રણ મહિનામાં ગામમાં 19 લાખ નળ કનેક્શન આપવામાં આવ્યા હતા. આ મિશન હેઠળ દેશના ગામમાં દરેક ઘરમાં વર્ષ 2024 સુધી ધરેલુ નળ કનેક્શન આપવાનો લક્ષ્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle