ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) કાનપુરમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. કાનપુર જિલ્લામાં કૂવામાંથી ભેંસના બચ્ચાને બચાવવાના પ્રયાસમાં 3 યુવકોએ એમનો જીવ ગુમાવ્યો હતો. બે સગા ભાઈઓ સહિત ચાર યુવકો પશુને બહાર કાઢવા માટે નીચે ઉતર્યા હતા. પરંતુ અંદર રહેલા ઝેરી ગેસના કારણે તેઓ શ્વાસ રૂંધાઈ ગયા હતા અને ત્રણના મોત થયા હતા અને એક ગંભીર સ્તિથિ છે.
કાનપુર આઉટર પાસે આવેલા ગૌરી ગામનો આ કિસ્સો છે. ખરેખર,રવિવારે સાંજે ગામના મેવાલાલની ભેંસનું બચ્ચું હાલના સરકારી કૂવામાં પડી ગયું હતું. તેને બચાવવા માટે રામગુલામનો પુત્ર પ્રદીપ (19), રામકુમારનો પુત્ર યોગેન્દ્ર (20) અને શૈલેન્દ્ર (18) વિશંભરના પુત્ર રામ બહાદુર (45) દોરડાની મદદથી કૂવામાં ઉતર્યા હતા. જ્યાં ઝેરી ગેસના કારણે ચારેય એક પછી એક બેભાન થઈ ગયા હતા.
આ ઘટના અંગે ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ગ્રામજનોની મદદથી ચારેયને બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે સગા ભાઈઓ શૈલેન્દ્ર, યોગેન્દ્ર અને પાડોશી પ્રદીપના મોત થયા હતા. તે જ સમયે રામ બહાદુરની હાલત પણ ઘણી ગંભીર છે. હાલ તે જિલ્લા હોસ્પિટલના આઈસીયુમાં(ICU) જીવન અને મૃત્યુની વચ્ચે જજુમી રહ્યો છે.
મૃતક યોગેન્દ્ર અને શૈલેન્દ્રના પિતા રામકુમાર જ્યારે પત્ની તારાદેવી સાથે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે બંને પુત્રોના મૃતદેહ જોઈને તેઓ બેભાન થઈ ગયા હતા. દંપતીની તબિયત બગડી ગઈ હતી. રામકુમારે કહ્યું કે બંને પુત્રો મારા જીવનનો આધાર હતા. સમાચાર સાંભળીને બિલ્હૌરના સેંકડો ગ્રામજનો હેલેટ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસ અને સંબંધીઓએ પરિવારને સાંત્વના આપી હતી. આ ઘટના બાદ સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.