ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના અયોધ્યા(Ayodhya)માં મંગળવારે એક મોટો માર્ગ અકસ્માત(Accident) થયો હતો. અહીં નેશનલ હાઈવે 27 પર ઓવરટેક કરતી વખતે એક ખાનગી બસ બેકાબૂ થઈને ડિવાઈડર પર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, બસમાં સવાર લગભગ 20 મુસાફરો ઘાયલ થયા છે. જેમાંથી 10ની હાલત ગંભીર છે. ઘાયલ મુસાફરોને અયોધ્યાની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર મુસાફરોને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવી રહ્યા છે. બસમાં લગભગ 35 લોકો સવાર હતા.
અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને ઘાયલોને મદદ કરવા દોડી ગયા હતા. હાઈવે નજીક રહેતા જગદીશ પ્રસાદ ચૌરસિયા નામના યુવકે જણાવ્યું કે, અકસ્માત બાદ ઘણા લોકો બસમાં ઘૂસી ગયા અને અંદરના દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા. બસ ડિવાઈડર પર પલટી ગઈ હતી. જ્યારે લોકો કાચ તોડી અંદર પ્રવેશ્યા તો જોયું કે 3 લોકોના પગ કપાયેલા હતા. બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
અકસ્માતનો ભોગ બનેલી રાજસ્થાન નંબરવાળી બસ દિલ્હીથી સિદ્ધાર્થનગર જઈ રહી હતી. દુર્ઘટના બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ નીતીશ કુમારે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ઘાયલોને દરેક શક્ય રીતે મદદ કરવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, અકસ્માત દરમિયાન પલટી ગયેલી બસને સીધી કરવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. ક્રેન દ્વારા લાંબા પ્રયત્નો બાદ બસને સરખી કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.