એક્સપ્રેસ હાઈવે પર મુસાફરોથી ભરેલ બસ કન્ટેનરમાં ઘુસી જતાં એકસાથે આટલા લોકોના થયા કરુણ મોત

શિયાળાની ઋતુમાં ધુમ્મસને લીધે વાહન ચાલકને આગળનું વાહન ન દેખાતું હોવાને લીધે ઘણીવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે ધુમ્મસને લીધે અવારનવાર માર્ગ અકસ્માત સર્જાતાં રહેતાં હોય છે. હાલમાં આવી જ એક અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશમાંથી સામે આવી રહી છે. જેમાં માર્ગ પર મુસાફરને લઇને જઈ રહેલ લક્ઝરી બસ ચાલકને ઉભેલુ કન્ટેનર ન દેખાતા બસ કન્ટેનરના પાછળના ભાગ પર ઘૂસી ગઈ હતી.

અકસ્માતની આ દુર્ઘટનામાં કુલ 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે જયારે કુલ 4 લોકોના મોત નીપજ્યા છે. ઉત્તરપ્રદેશમાં આવેલ ઉન્નાવ જિલ્લામાં નવા વર્ષના પ્રથમ દિવસે લખનૌ-આગ્રા એક્સપ્રેસ-વે પર સવારમાં માર્ગ ધુમ્મસ છવાયેલો જોવા મળ્યો હતો.

ધુમ્મસને લીધે વિઝીબ્લિટી ખુબ ઓછી થઇ ગઈ હતી. જ્યારે આ એક ડબલ ડેકર બસ લખનૌ-આગ્ર એક્સપ્રેસ-વે પર અરરિયા બિહારથી દિલ્હી તરફ જઈ રહી હતી. બસના ડ્રાઈવરને ધુમ્સ્સને લીધે કન્ટેનર ન દેખાતાં બસ એકાએક કન્ટેનરના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, બસના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

કેટલાક લોકો બસમાં ફસાયેલ લોકોની મદદ કરવા માટે પહોંચી ગયાં હતા. બસમાં કુલ 75 જેટલા મુસાફર સવાર હતા. આ ઘટનામાં કુલ 4 લોકોને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. આની સાથે જ કુલ 7 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જાયા પછી બસમાં રહેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે બસના કાચ તોડીને બહાર આવ્યાં હતા.

પોલીસ દ્વારા બસમાં ઈજા પામેલ લોકોને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તપાસ કરતાં સામે આવ્યું કે, કન્ટેનર કોઈપણ વાહન સાથે અથડાયું હોવાને લીધે માર્ગ પર ઉભું રહી ગયું હતું. અણી સાથે જ તેનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગીગયો હતો.

અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમાં બસના ડ્રાઈવર સલાઉદ્દીન અબ્બાસ, નશીમ ખાન, શૌકત હુસૈન તથા ફારુક મસ્તાનનો સમાવેશ કરવામાં આવે છે. આ બધાં જ લોકો બિહારના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે. અકસ્માત સર્જાયા પછી પોલીસે ક્રેઇનની મદદથી બસને કન્ટેનરમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *