પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ મુસાફરોથી ભરાયેલી બસ, એકસાથે ૫૦ મુસાફરો… જુઓ ઘટનાનો LIVE વિડીયો

અકસ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના શ્યોપુર (Sheopur)માં ધસમસતી પ્રવાહને પાર કરી રહેલી એક પેસેન્જર બસ પાણીમાં તણાઈ ગઈ હતી અને પુલ પરથી પલટી ગઈ હતી. બ્રિજ પર 2 ફૂટ જેટલું પાણી વહી ગયું હતું. આ દરમિયાન બસમાં લગભગ 50-55 મુસાફરો સવાર હતા. આ પછી ફસાયેલા મુસાફરો કોઈપણ રીતે બસના કાચ તોડીને લોકો બહાર આવ્યા હતા. આ અકસ્માતમાં 20 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. હાલ ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઘટનાની જાણ થતા જ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ પછી તેમણે બસમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. તેમજ પોલીસને જાણ કરતા પોલીસ પણ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોચી હતી. તેઓએ પોકલેનને બોલાવી સીધી બસ પકડી. આ સાથે ઘાયલ મુસાફરોને વિજયપુરની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

મુસાફરોએ ના પાડવા છતાં બસ ચલાવી:
માહિતી મળી આવી છે કે, બસમાં સવાર મોટાભાગના લોકો રાજસ્થાનના કરૌલી જિલ્લામાં સ્થિત કૈલાદેવી માતાના મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. શનિવારે સાંજે 5 વાગ્યાની આસપાસ સબલગઢથી વિજયપુર જઈ રહેલી બસના ડ્રાઈવરે કલ્વર્ટ ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બસ પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી. બ્રિજ પર પાણી હોવાથી લોકોએ ડ્રાઈવરને બસને ચલાવવાની ના પાડી હતી. તેમ છતાં પણ તેણે જોખમ ઉઠાવીને બસને નાળા પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે આ અકસ્માત સર્જાયો હતો. અહીં વરસાદી નાળામાં વરસાદના કારણે પૂરના કારણે પુલ ડૂબી ગયો હતો.

ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા:
અકસ્માત દરમિયાન બસમાં લગભગ 50-55 મુસાફરો સવાર હતા. જેમાંથી 20 જેટલા લોકો ઘાયલ થયા હતા. તો 9 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને એમ્બ્યુલન્સ દ્વારા વિજયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા નહોતા. ઘટનાને પગલે લોકોમાં હાહાકાર મચી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *