અનંત પટેલ પર થયેલા હુમલાને લઈને સી.આર પાટીલનું મોટું નિવેદન- ‘કોઈ હુમલો થયો નથી, માત્ર નાટક છે’

ગુજરાત(Gujarat): શનિવારના રોજ નવસારી(Navsari)ના ખેરગામ(Khergam) વિસ્તારમાં કોંગ્રેસ(Congress)ના ધારાસભ્ય અનંત પટેલ(Anant Patel) પર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અનંત પટેલ પર હુમલો થયા…

ગુજરાત(Gujarat): શનિવારના રોજ નવસારી(Navsari)ના ખેરગામ(Khergam) વિસ્તારમાં કોંગ્રેસ(Congress)ના ધારાસભ્ય અનંત પટેલ(Anant Patel) પર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અનંત પટેલ પર હુમલો થયા પછી કોંગ્રેસના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા અને વિરોધ નોંધવવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ખેરગામ ગયા હતા, ત્યારે બજારમાંથી પસાર થતી વખતે મોડી સાંજે કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આક્ષેપ કર્યો છે કે આ હુમલો ભાજપના એક નેતા દ્વારા કરવામાં આવ્યો છે.

હુમલા અંગે સી.આર પાટીલએ જાણો શું આપ્યું નિવેદન?
આ ઘટના બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે અને તેને જણાવતા કહ્યું હતું કે, ધારાસભ્ય અનંત પટેલ પર કોઈ હુમલો થયો નથી. હુમલાનું ફક્ત નાટક કરવામાં આવ્યુ છે, કોઈ મુદ્દા નથી એટલે આ પ્રકારના ષડયંત્રો કરવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બહેજ ગામમાં અનંત પટેલ જ ચાલે તેવો ગરબો ગાવામાં આવ્યો હતો અને આ વેળાનો વિડીયો પણ મોટાપાયે વાયરલ થયો હતો અને તે મામલે વિવાદ પણ સર્જાય ગયો હતો. જોકે વિવાદ બાદ વિડીયો વાયરલ કરનાર દ્વારા પણ માફી માંગવામાં આવી હતી. એક ચર્ચા એવી પણ જાગી છે કે, બહેજમાં ગરબામાં ગવાયેલા ગીતને કારણે પણ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે કોણે હુમલો કર્યો અને કેમ હુમલો કર્યો તે અંગે હજુ કોઈ કારણ સતાવાર રીતે બહાર આવ્યું નથી.

અનંત પટેલના સમર્થકોએ વિરોધ નોંધાવ્યો:
સમગ્ર ઘટનાને લઇને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને આંખના ભાગે ગંભીર ઈજા થઈ હતી. એટલું જ નહી અનંત પટેલ પર બીજી વાર હુમલો કરાયો હોવાનું સામે આવતા અનંત પટેલના સમર્થકોએ સુત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીર અને રીન્કુ નામના ભાજપના કાર્યકર દ્વારા હુમલો કર્યાની શંકા જતાવવામાં આવી રહી છે. ધારાસભ્ય અનંત પટેલને આંખના ભાગે ગંભીર ઇજાઓ થઈ અને ગાડીના કાચ પણ તોડવામાં આવ્યા હતા. ધારાસભ્ય અનંત પટેલ પર બીજી વખત હુમલો કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *