સોશિયલ મીડિયા પર અવારનવાર આપને ધનલાભ થાય એવી કેટલીક જાણકારીઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. જો તમે બિઝનેસ કરવાં માટે કૃષિ ક્ષેત્રમાં તમારું નસીબ અજમાવવા માંગતા હો તો સિઝનલ ખેતીની ઉપરાંત અનેક વિકલ્પ રહેલાં છે કે, જે તમને નફાની ગેરંટી આપે છે.
એમાંનો એક બિઝનેસ છે મુર્ગી પાલનનો. આ વેપાર ખુબ ઓછામાં ઓછા 9 લાખ રૂપિયામાં શરૂઆત કરી શકો છે. જો નાના સ્તરે એટલે કુલ 1,500 મુર્ગીઓથી લેયર ફાર્મિંગની શરૂઆત કરવી હો તો તમે 50,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા દર મહીને કમાઈ શકો છો.
કેટલો થશે ખર્ચ ?
સૌપ્રથમ સ્થળ, પિંજળું તથા ઈક્વિપેમેંટ પર અંદાજે 6 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. અંદાજે 1,500 મુર્ગીઓના ટાર્ગેટથી કામની શરૂઆત કરવી હોય તો 10 % વધારે બચ્ચાની ખરીદી કરવી પડશે. કારણ કે, અસમય બિમારીને લીધે મુર્ગીઓનું મોત થવાનું જોખમ વધારે રહે છે.
ઈંડામાં પણ સારી એવી કમાણી થઈ શકે છે. આપને જણાવી દઈએ કે, સમગ્ર દેશમાં ઈંડાના ભાવમાં સતત વધારો થવાં લાગ્યો છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ ઈંડું કુલ 7 રૂપિયાનું વેચાઈ રહ્યું છે. આની સાથે જ આશ્ચર્યની વાત તો એ છે કે, ઈંડાના ભાવમાં વધારો થવાંની સાથે જ મુર્ગી પણ મૂલ્યવાન થઈ ગઈ છે.
50,000 રૂપિયા મુર્ગીઓ ખરીદવાનું બજેટ :
એક લેયર પેરેન્ટ બર્થની કિંમત અંદાજે 30 થી 35 રૂપિયા રહેલી છે એટલે કે, મુર્ગીની ખરીદી કરવા માટે 50,000 રૂપિયાનું બજેટ રાખવું પડશે. હવે તેમનો ઉછેર કરવા માટે તેમને અનેકવિધ પ્રકારનો ખોરાક ખવડાવવો પડશે તેમજ દવા પર પણ ખર્ચ કરવો પડશે.
સતત 20 સ્પતાહ સુધી મુર્ગીઓના ખાવાનો ખર્ચ અંદાજે 1.5 લાખ રૂપિયા જેટલો થાય છે. એક લેયર પેરેંટ બર્ડ એક વર્ષમાં અંદાજે 300 ઈંડા આપે છે. 20 સપ્તાહ પછી મુર્ગી ઈંડા આપવાની શરૂઆત કરે છે. આની સાથે જ સંપૂર્ણ વર્ષ દરમ્યાન ઈંડા આપે છે. 20 સપ્તાહ પછી તેનો ખાવા પીવાનો ખર્ચ અંદાજે 4 લાખ રૂપિયા થાય છે.
વાર્ષિક 14 લાખ રૂપિયા સુધીની કમાણી :
1500 મુર્ગીઓના કુલ 290 ઈંડા પ્રતિવર્ષ સરેરાશ 4,35,000 ઈંડા મળે છે. તેમાંથી કચરાના ઈંડા કાઢ્યા પછી 4 લાખ ઈંડાનું વેચાણ કરી શકો તો જથ્થાબંધ ભાવમાં એક ઈંડુ કુલ 5.00 રૂપિયાના ભાવે વેંચાઈ છે એટલે કે, સંપૂર્ણ વર્ષ દરમ્યાન ફક્ત ઈંડા વેચીને સારી એવી કમાણી કરી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle