માલિક તો એવો હોવો જોઈએ કે, જે પોતાના ફાયદાની સાથે પોતાના કર્મચારીઓના ફાયદા માટે પણ વિચાર કરે. બ્રિટનના એક ઉદ્યોગપતિએ પોતાની કંપનીના પ્રોફિટ શેયર્સને પોતાના કર્મચારીઓમાં વહેંચી દીધા હોવાથી એમની કંપનીના મોટાભાગના કર્મચારીઓ કરોડપતિ બની ગયા છે. બિઝનેસમેને આ ત્યારે કર્યું કે, જયારે કંપનીના શેયર્સ ઝડપથી ઉપર ગયા તેમજ કંપનીને ખુબ ફાયદો થયો.
આ કંપનીનું નામ છે ‘ધ હટ ગૃપ’. તેના મલિક છે મેથ્યુ મોલ્ડિંગ. મેથ્યુએ પોતાની કંપનીના નફામાંથી કંપનીના કર્મચારીઓમાં કુલ 830 મિલિયન પાઉન્ડ એટલે કે, અંદાજે 8,183 કરોડ રૂપિયાના શેરનું વિતરણ કર્યું હતું. તેણે બાય બેક સ્કીમ ચલાવી હતી. તે તમામ કર્મચારીઓ માટે એક ઓપન સ્કીમ હતી.
આ સ્કીમનો લાભ એવા કર્મચારીઓને પણ મળ્યો હતો કે, જેમણે કદી વિચાર્યું પણ ન હતું. કર્મચારીઓની પસંદગી એમના મેનેજરો દ્વારા કરવામાં આવી હતી તેમજ યાદી મેથ્યુને આપવામાં આવી હતી. આ યોજનાનો લાભ કંપનીના ડ્રાઇવરોથી લઈને મેથ્યુના અંગત સહાયકને પણ મળ્યો છે. મેથ્યુના અંગત મદદનીશ જણાવતાં કહે છે કે, એને એટલી રકમ મળી છે કે તે માત્ર 36 વર્ષની વયમાં નિવૃત્તિ લઈ શકે છે.
મેથ્યુ મોલ્ડિંગે જણાવ્યું હતું કે, હું સૌને પોતાની તેમજ કંપનીનો નફો વહેંચવા માંગતો હતો. એટલે જ આ સ્કીમ મૂકી હતી. દરેક લોકોને અઢળક પૈસા મળ્યા છે. આવાં સમયે કેટલાંક લોકો વેપાર સામે કઈંક ને કઈંક કહી રહ્યા હતા, પણ મને વિશ્વાસ હતો કે, શેયર્સ ઉપર જશે. કોઈપણ પરેકટ હોતું નથી પણ આપણે તમામ લોકો ચોક્કસપણે નફો અને પૈસામાં ભાગ ઇચ્છીએ છીએ.
‘ધ હટ ગ્રુપ’ કંપની એ એક ઇકોમર્સ બિઝનેસ છે. મેથ્યુ મોલ્ડિંગને જિમિંગનાં શોખીન છે. કેટલાંક લોકો તંદુરસ્ત રહે છે. લેમ્બોર્ગીની ચલાવે છે. ખાસ કરીને તો પોતાની બ્રાન્ડના પ્રોટીન શેક્સ તેમજ બ્યુટી પ્રોડક્ટ્સ માટે ખુબ પ્રખ્યાત છે. મેથ્યુને કેટલાંક બિઝનેસ એવોર્ડ પણ મળ્યા છે. સમગ્ર વિશ્વના કેટલાંક દિગ્ગજ નેતાઓ સાથે એમનો પરિચય છે. મેથ્યુ પોતાની શાનદાર પાર્ટીઓ માટે ખુબ પ્રખ્યાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle