દેશમાં કોરોના દિવસેને દિવસે નવા નવા નવા રેકોર્ડ તોડી રહ્યો છે. આવી પરીસ્થિતિ વચ્ચે કોરોનાથી થયેલા એક યુવતીના મોતના ચોંકવનારા સમાચાર સામે આવ્યા છે. થાઇલેન્ડથી અહિયાં આવેલી એક કોલગર્લને કોરોના ભરખી ગયો હતો અને બે જ દિવસમાં તેનું મોત થયું હતું. પોલીસ અધિકારીએ આ યુવતીને અગ્નિદાહ આપ્યો હતો. શરૂઆતની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, આ મહિલા અહિયાની નથી. તેને થાઇલેન્ડથી બોલાવવમાં આવી છે અને આ એક કોલગર્લ છે. દેહવ્યાપાર સાથે સંકળાયેલા એક વ્યક્તિએ આ યુવતીને ખર્ચો કરીને અહિયાં બોલાવી હતી.
પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર આ ઘટના લખનૌથી સામે આવી છે. આજથી ૧૦ દિવસ પહેલા જ આ યુવતીને અહિયા બોલાવવામાં આવી હતી. લખનૌના એક મોટા ઉદ્યોગપતિના પુત્રએ ખર્ચો કરીને આ યુવતીને થાઇલેન્ડથી અહિયાં બોલાવી હતી. ગાઈડની મદદથી આ યુવતી ગમેતેમ કરીને લખનૌ પહોચી હતી અને બે દિવસ પછી જ બીમાર પડી હતી અને જયારે તેનો રીપોર્ટ કરાવ્યો ત્યારે કોરોના પોઝીટીવ આવ્યો હતો. તબિયત વધારે બગડતા તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્રણ તારીખે જ તેણે હોસ્પીટલમાં દમ તોડ્યો હતો.
મહિલાના મોત બાદ લખનૌ પોલીસે દિલ્હીમાં થાઇલેન્ડ એમ્બેસીનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ એમ્બેસી તરફથી એક પત્ર આવ્યો હતો. પત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મહિલાના પરિવારને તેના મૃત્યુ વિશે દૂતાવાસે જાણ કરી હતી, ત્યારબાદ તેના પરિવારે ભારતમાં જ મહિલાના અંતિમ સંસ્કાર માટે વિનંતી કરી હતી. આ સાથે, પીડિતના પરિવારજનોએ તેની અસ્થિને પાછા થાઇલેન્ડ મોકલવાની વિનંતી કરી હતી.
થાઇલેન્ડ એંબસીએ પણ લખનઉ વહીવટીતંત્ર પાસેથી મહિલાના મૃત્યુનું પ્રમાણપત્ર માંગ્યું છે. પોલીસ અધિકારી ચંદ્ર શેખરસિંહે જણાવ્યું હતું કે, લખનૌ પોલીસે મહિલાના મોત બાદ મહિલાના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો હતો અને એંબસીને જાણ કરી હતી. જો કે પોલીસ સૂત્રોની વાત માની લેવામાં આવે તો તે મહિલાને કોલ ગર્લ કહેવામાં આવી રહી છે અને તેમની પાછળ કેટલાક આંતરરાષ્ટ્રીય ‘સે ક્સ રેકેટ’ હોવાની સંભાવના પણ છે. જો કે, હજી સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એલઆઇયુની ટીમ આ કેસની તપાસમાં લાગી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.