અલવર જિલ્લાના ભીવાડી ખાતે પોલીસે સ્પાની આડમાં ગેરકાયદેસર રીતે દેહ વેપારના ધંધાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે 9 મહિલાઓ અને યુવાનો સહિત 12 લોકોની ધરપકડ કરી છે જેમને ફૂલબાગ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. શારીરિક વેપાર માટે દિલ્હી, આસામ, પશ્ચિમ બંગાળ સહિતના અનેક રાજ્યોમાંથી છોકરીઓને બોલાવવામાં આવતી હતી.
ઘણા લાંબા સમયથી અનૈતિક કૃત્યોની જાણકારી મળ્યા બાદ શનિવારે ભિવાડીના સ્પા સેન્ટર પર કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં આ અનૈતિક કૃત્યમાં 3 છોકરાઓ અને 9 યુવતીઓ શામેલ હતી.
એસપી ભીવાડીની સૂચના પર સી.ઓ. હરિરામ કુમાવતે નકલી ગ્રાહકને મોકલ્યો અને પહેલા અનૈતિક કાર્યની પુષ્ટિ કરી. પુષ્ટિ મળતા જ પોલીસે ૩ યુવકો અને 9 યુવતીઓ ને પકડ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, ઘણા લાંબા સમયથી, તેમને સ્પા સેન્ટરમાં મસાજના નામે અનૈતિક કામ વિશે માહિતી મળી રહી હતી. એક સ્પાસ સુખમ ટાવર અને બીજો ક્રિશ ચોકમાં ચાલતો હતો. તમને જણાવી દઇએ કે આ પહેલા પણ સુખમ ટાવરમાં અનૈતિક કૃત્યની કાર્યવાહી કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle