તમારે PF ના રૂપિયા કે વ્યાજ કેટલું થયું છે એ જાણવું છે? બસ કરો આ એક નંબર ડાયલ

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તાજેતરમાં નાણાકીય વર્ષ 2021-22 માટે PF પર વ્યાજ દર 0.40 ટકા ઘટાડીને 8.10% કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જૂન સુધીમાં તમારા પીએફ ખાતામાં વ્યાજના પૈસા આવી શકે છે. આ પહેલા તમે તમારા પીએફ એકાઉન્ટ(PF account)નું સ્ટેટસ ચેક કરી શકો છો. જો તમે તમારા પીએફ એકાઉન્ટનું બેલેન્સ ચેક કરવા માંગો છો, તો તમે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને સરળતાથી તમારું બેલેન્સ ચેક કરી શકો છો.

મિસ્ડ કોલથી તરત મેળવો માહિતી: 
PF એકાઉન્ટ સાથે જોડાયેલા રજિસ્ટર નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કૉલ કરો. ત્યાર પછી તરત જ, તમને તમારા રજિસ્ટર્ડ નંબર પર એક સંદેશ મળશે, જેમાં પીએફ બેલેન્સ વિશેની માહિતી ઉપલબ્ધ હશે.

SMS દ્વારા પણ બેલેન્સ ચેક કરી શકાય છે: 
EPFO સાથે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 7738299899 પર EPFO ​​UAN LAN મોકલો. LAN નો અર્થ તમારી ભાષા છે. જો તમારે અંગ્રેજીમાં માહિતી જોઈતી હોય, તો તમારે LAN ને બદલે ENG લખવું પડશે. એ જ રીતે હિન્દી માટે HIN અને તમિલ માટે TAM લખવાનું છે. હિન્દીમાં માહિતી મેળવવા માટે EPFOHO UAN HIN લખીને મેસેજ કરવો પડશે.

તમે ઉમંગ એપ દ્વારા કરી શકો છો ચેક: 
ઉમંગ એપ દ્વારા તમે જ્યારે ઇચ્છો ત્યારે તમારું પીએફ બેલેન્સ ચેક કરી શકો છો. આ માટે ઉમંગ એપમાં EPFO ​​પર ક્લિક કરો. આમાં, Employee Centric Services પર ક્લિક કરો. ત્યાર પછી, વ્યૂ પાસબુક પર ક્લિક કરો અને UAN અને પાસવર્ડ દાખલ કરો. રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તેને દાખલ કર્યા પછી, તમે EPF બેલેન્સ ચેક કરી શકો છો.

સત્તાવાર વેબસાઇટ પરથી પણ તમે ચેક કરી શકો છો:
તમારું PF બેલેન્સ ઓનલાઈન ચેક કરવા માટે, EPF પાસબુક પોર્ટલની મુલાકાત લો. તમારા UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને આ પોર્ટલમાં લોગ ઇન કરો. આમાં, પાસબુક ડાઉનલોડ / જુઓ પાસબુક પર ક્લિક કરો અને પછી તમારી સામે પાસબુક ખુલશે જેમાં તમે બેલેન્સ જોઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *